હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાનમાં રાત્રીના સમયે થયેલ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હાને ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી તમામ મુદ્દામાલ સાથે એક ચોર ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ - At This Time

હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાનમાં રાત્રીના સમયે થયેલ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હાને ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી તમામ મુદ્દામાલ સાથે એક ચોર ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ


હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાનમાં રાત્રીના સમયે થયેલ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હાને ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી તમામ મુદ્દામાલ સાથે એક ચોર ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાનમાં રાત્રીના સમયે થયેલ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હાને ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ સોના-ચાંદીના ઘરેણા કિં. રૂા.૧,૨૯,૦૦૦/- ના તમામ મુદ્દામાલ સાથે એક ચોર ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ

મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા મિલકત સબંધીત અનડિટેક્ટ ગુન્હાઓને ત્વરિતપણે પગલા લઇ ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનતા મિલકત સબંધીત અનડિટેક્ટ ગુન્હાઓને ત્વરિતપણે પગલા લઇ ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અનુસંધાને અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબનાઓ દ્વારા આ અંગે લક્ષપુર્વક સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.કે. વાઘેલા સાહેબની રાહબરી હેઠળ આજરોજ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. પાર્ટ-A ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩ ૨૪૦૦૬૨/૨૦૨૪, IPC કલમ-૩૮૦,૪૫૭ મુજબના ગુન્હામાં ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સની મદદથી ચોક્ક્સ બાતમી આધારે ઘરફોડ ચોરીમાં ગયેલ સોના-ચાંદીના ઘરેણા કિં.રૂા.૧,૨૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ચોર ઇસમને પકડી પાડી અનડિટેક્ટ ગુન્હાને ગણતરીના દિવસો ડિટેક્ટ કરતી અમરેલી સિટી પોલીસ ટીમ.

> પકડાયેલ આરોપીની વિગત :
(૧) ચેતનભાઇ પ્રકાશભાઇ રાઠોડ ઉ.વ.૧૯ ધંધો-અભ્યાસ રહે.હાલ. અમરેલી, રોકડિયાપરા, ભેરવદાદાના મંદીર પાસે તા.જી.અમરેલી, મુળ રહે. મુંબઇ, મલાડ, માલવાણી રોડ નં.-૭. સેવન ફ્લોટ (મહારાષ્ટ્ર)

રિકવર કરેલ મુદ્દામાલની વિગત :
(૧) સોનાની વિટી ગુરૂના નંગવાળી આશરે ૬ ગ્રામની જેની કિં.રૂા. ૨૪,૦૦૦/-
(૨) રુદ્રાક્ષની માળા સોનાથી મઢેલી આશરે ૨૬ ગ્રામની જેની કિં.રૂા.૧,૦૪,૦૦૦/-
(૩) ચાંદીના કરડા નંગ-૦૨ જેની કિં.રૂા.૧૦૦૦/-
કુલ મુદ્દામાલ કિં.રૂા.૧,૨૯,૦૦૦/-

આ કામગીરી અમરેલી સીટી પો.ઇન્સ.શ્રી ડી.કે.વાઘેલા સાહેબ તથા ASI રમેશભાઇ નશાભાઇ માલકિયા, PC ચિંતનકુમાર કનૈયાલાલ મારૂ, PC વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા દ્વારા કરવામાં આવેલ છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.