ડભોઈના કાયાવરોહણ પાસેથી નવ જેટલા જુગારીયાઓને ઝડપી પાડતી ડભોઇ પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kvp3cipjvpamsbee/" left="-10"]

ડભોઈના કાયાવરોહણ પાસેથી નવ જેટલા જુગારીયાઓને ઝડપી પાડતી ડભોઇ પોલીસ


રિપોર્ટ:- નિમેષ‌ સોની, ડભોઈ

સમગ્ર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાની મળેલી સૂચનાને અનુલક્ષીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેવામાં ડભોઇ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, કાયાવરોહણથી ગંધારાના રોડ ઉપર કાયાવરોહણ ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલની બાજુમાં ઝાડી ઝાંખરા પાસે કેટલાક ઈસમો પત્તાપાના વડે આર્થિક ફાયદા સારું હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા છે. જેથી મળેલી આ ચોક્કસ બાતમીને આધારે ડભોઇ પોલીસના પી.આઈ. એસ.જે.વાઘેલાએ તંત્રનાં સાથી જવાનોને બોલાવી રેઈડ કરવા સુચના આપી હતી. જેથી ડભોઈ પોલીસનાં જવાનોએ બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા નવ જેટલા ઈસમોને ઝડપી પાડ્યા હતા.
રેડ કરતા ઝડપાયેલા નવ જેટલા ઇસમોમાં (૧). ભરતભાઈ ઘનશ્યામભાઈ વસાવા રહે. કાયાવરોહણ, (૨). નરેશભાઈ ઉર્ફે નરસિંહ રમણભાઈ વસાવા ,રહે. કાયાવરોહણ, (૩).બીરેનભાઈ રમેશભાઈ પટેલ રહે કાયાવરોહણ (૪). રાહુલભાઈ ઉર્ફે કિશન જગદીશભાઈ વસાવા રહે કાયાવરોહણ,(૫). હેતલ ભાઈ નરેશભાઈ શાહ ,રહે .વડોદરા હરણી, (૬). નિમેષભાઈ શાંતિલાલ ચૌહાણ રહે. બાપોદ જકાતનાકા વડોદરા,(૭). શઈદભાઈ ઈબ્રાહિમભાઈ રાઠોડ રહે તાંદલજા વડોદરા (૮). કનુભાઈ કુબેરભાઈ માછી રહે ચાંદોદ નવા માંડવા, (૯). અનિલભાઈ પ્રેમાભાઈ માછી, રહે ચાંદોદ નવા માંડવા સહિતનાઓ ને પાકડી તેઓની અંગ જડતી કરતા તેઓ પાસેથી રૂપિયા ૪૧,૭૦૦ તથા દાવ ઉપરના ૧૪,૬૮૦ બધાં મળી કુલ ૫૬,૩૮૯ ના મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આ ઝડપાયેલા તમામ ઈસમો વિરુદ્ધ જુગારધારાની કલમો મુજબનો ગુનો નોંધી આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડભોઈ પોલીસની આ કડક કાનૂની કાર્યવાહીથી જુગાર જેવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં ઈસમોમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]