જેસીઆઇ બાલાસિનોર અને જે.કે.સિમેન્ટ દ્વારા રન ફોર યોર સેલ્ફ મેરેથોન ૨૦૨૩ યોજાઇ. - At This Time

જેસીઆઇ બાલાસિનોર અને જે.કે.સિમેન્ટ દ્વારા રન ફોર યોર સેલ્ફ મેરેથોન ૨૦૨૩ યોજાઇ.


આજરોજ બાલાસિનોર નગરમાં જેસીઆઇ બાલાસિનોર અને જેકે સિમેન્ટ દ્વારા રન ફોર યોર સેલ્ફ મેરેથોન ૨૦૨૩ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલાસિનોર તાલુકા અને અન્ય જિલ્લાના દોડવીરો એ ભાગ લીધો હતો.આ દોડ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવી હતી.જેમાં જેમાં 300 થી વધારે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે 200 થી વધારે અન્ય સ્પર્ધકો ભાગ લીધો.આ Marathon-2023 માં JCI નાં ઝોન પ્રેસિડેન્ટ જેસી અનંત ભરૂચા , જે કે સુપર સિમેન્ટના અધિકારીઓ તાહિરભાઇ ,રાજેશભાઇ, સ્પોન્સર શ્રીઓ નિર્મલ ઈન્ટરનેશનલ સ્કુલ,સર્વોદય હોસ્પિટલ,સાગર સર્જિકલ હોસ્પિટલ,લાયન્સ કલ્બ,રેડક્રોસ સોસાયટી બાલાસિનોર નગરપાલિકા ના પ્રતિનિધિઓ,અતિથી વિશેષ પીઆઇ નિનામા સાહેબ અને પાર્થ પાઠક અને બાલાસિનોર નગરપાલીકા પ્રમુખ ભૂપેન્દ્ર ચૌહાણ હાજર રહી સ્પર્ધકો ને પ્રોત્સાહિત કર્યા. Marathon 2023 નુ સફળ આયોજન JCI Balasinor president મૂકેશ લાલવાની અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામા આવ્યું.

*રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.