આણંદ જિલ્લાના અલગ અલગ તાલુકામાં ભરતી શિબિરનું આયોજન - At This Time

આણંદ જિલ્લાના અલગ અલગ તાલુકામાં ભરતી શિબિરનું આયોજન


આણંદ જિલ્લામાં ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા, નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇન્ટેલિજેન્સ ર્સવિસ ઈન્ડિયા લી.ના સહયોગથી સુરક્ષા સુપરવાઈઝર અને સુરક્ષા જવાન માટે અલગ અલગ તાલુકામાં ભરતી શિબિરનું આયોજન કરવામા આવ્યું છે.

આ શિબિરનું આયોજન તા.15મી ના રોજ ઉમરેઠની સેંટ ઝેવિયસ હાઈસ્કૂલ, તા.16મી ના રોજ બોરસદની ઉત્તર બુનિયાદી વિદ્યાલય, સત્યાગ્રહ છાવણી, તા.17મી ના રોજ આંકલાવની આંકલાવ હાઈસ્કૂલ, તા.18મી ના રોજ પેટલાદની એન. કે. હાઈસ્કૂલ, તા.19મી ના રોજ સોજીત્રાની એચ. કે. શાહ હાઈસ્કૂલ, તા. 20મી ના રોજ ખંભાતની માધવલાલ શાહ હાઈસ્કૂલ, તા. 21મી ના રોજ તારાપુરની સાર્વજનિક હાઈસ્કૂલ અને તા. 22મી ના રોજ આણંદની સરદાર પટેલ હાઈસ્કૂલ, ખેતીવાડી ખાતે ભરતી શિબિર યોજાશે. આ અંગે એસ.એસ.સી.આઇ.ના કમાન્ડેન્ટ રામપ્રકાશસિંહએ જણાવ્યું હતું કે, આ ભરતી શિબિરનો લાભ લેવા ઇચ્છુક ઉમેદવારો 21 થી 36 વર્ષની ઉંમર ધરાવતા હોવા જોઈએ, સુરક્ષા જવાન માટે ધોરણ 10 પાસ, સુરક્ષા સુપરવાઇઝર માટે ધોરણ 12 પાસ અને સુરક્ષા અધિકારી માટે ગ્રેજ્યુએટની લાયકાત હોવી જરૂરી છે. આ ઉપરાંત 168 સે.મી. ઊંચાઈ, 55 થી 90 કિ.લો વજન, 80 થી 85 સે.મી. છાતી તેમજ શારીરિક રીતે સક્ષમ હોય તેવા ઉમેદવારોએ બધા જ ડોક્યુમેન્ટસની નકલ, 3 પાસપોર્ટ સાઇઝ ફોટા, આધારકાર્ડની નકલ બોલપેન લઈને ભરતીના નિયત સ્થળ પર સવારે 10:00 થી 4:00 સુધીમાં હાજર રહેવુ પડશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ભરતી શિબિરમાં પસંદગી પામેલ ઉમેદવારને રીઝનલ ટ્રેનિંગ સેન્ટર, માણસા (ગાંધીનગર) ખાતે ટ્રેનિંગ આપીને સિક્યોરીટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઈન્ડિયા લી.માં કાયમી નિયુક્ત કરી ભારત સરકાર, રાજ્ય સરકાર, પુરાતત્વ, બંદરગાહ, એરર્પોટ, મલ્ટીનેશનલ ઔદ્યોગિક ક્ષેત્રો, બેન્કો જેવી જગ્યાઓએ નોકરી આપવામાં આવશે. સુરક્ષા સુપરવાઈઝરને રૂ.16,000 થી 20,000 અને સુરક્ષા જવાનને રૂ.14,000 થી 18,000 પગાર આપવામાં આવશે, તેમજ દર વર્ષે પગારમાં વધારો, પ્રમોશન, પી.એફ., ઇ.એસ.આઈ., ગ્રેજયુઈટી, મેડિકલ સુવિધા, બોનસ, પેન્શન સુવિધા વગેરે લાભો આપવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.