ઘઉં જેવા ઘઉં પણ નહિ પચતા હોય તો, શું કરવું? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kqh0rsx4a0givnh8/" left="-10"]

ઘઉં જેવા ઘઉં પણ નહિ પચતા હોય તો, શું કરવું?


ઘઉં જેવા ઘઉં પણ નહિ પચતા હોય તો, શું કરવું?

એક ડોક્ટર મિત્રે મને હું ફરિયાદના સૂરમાં કહ્યું કે ભાઈ! હવે તો ઘઉં પણ મને પચી નથી રહ્યા! ઘઉંને બદલે મેં તો હવે, જુવાર ખાવાનું ચાલુ કર્યુ છે.

મારા એ ડોક્ટર મિત્રની ઉંમર માંડ ચાલીશની હશે! મેંદો પચવામાં અઘરો પડે તે સમજી શકાય તેવી વાત છે પણ, ઘઉં નહિ પચતા હોય તે લોકો માટે નવાઈ જેવી વાત કહેવાય પણ, મને તેનું આશ્ચર્ય નથી કેમ કે મેં એવી અનેક વ્યક્તિઓ જોઈ છે કે જેઓની પાચન શક્તિ નબળી હોય અને તેઓને ઘઉં પચાવવામાં મુશ્કેલી પડી રહી હોય !

મેંદાની વાત બાજુએ રાખો, જયારે ઘઉં પણ સરખી રીતે નહિ પછી રહ્યા હોય અને ઘઉં છોડી દેવાનું મન નહિ થઈ રહ્યું હોય ત્યારે શું કરવું જોઈએ? નહિ પછી રહ્યય તો પણ ઘઉં ખાવા જ છે-ઘઉંની રોટલી-ભાખરી-પુરી વગેરે વિના ભોજન અધૂરાં લાગતાં હોય તેઓ માટે એક ઉપાય લગભગ કારગત નીવડી શકે છે...જેટલા ગ્રામ ઘઉંનો લોટ દળાવો તેમાં ૨૦ ટકા જેટલા જવ નાખીને લોટ દળાવવો ! બસ, ૨૦ ટકા જવ વાળા ઘઉંનો લોટ વાપરવાનું રાખશો તો ઘઉં નથી પચી રહ્યા તે ફરિયાદ થોડા જ દિવસોમાં જતી રહેશે! ૨૦ ટકા જવ અને ૮૦ ટકા ઘઉં લઈ તે લોટ તમે સાવ નચિંત રહી રોટલી-ભાખરી-પુરી- મુઠીયાં વગેરેમાં વાપરવાનું રાખો...૯૯ ટકા તમને તે હજમ થઈ જ જશે. જુવાર જુવાર છે અને, ઘઉં ઘઉં છે...ઘઉં તો ખાવાનું રાખવું જ જોઈએ!

રીપોર્ટર : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]