વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કલામહાકુભ સ્પર્ધાનુ આયોજન - At This Time

વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કલામહાકુભ સ્પર્ધાનુ આયોજન


મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા ખાતે આવેલ વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે જીલ્લા કક્ષા નો કલામહાકુભ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ હતું.જેમા જીલ્લાની વિવિધ શાળાઓના બાળકોએ આનંદ ઉલ્લાસ સાથે ભાગ લીધો હતો. સ્થાનિક કક્ષાએ કલાકારોને પ્રોત્સાહન મળી રહે અને તેઓ આગળ વધે એ માટે કલા મહાકુંભ શરૂં કરવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લાના ઘણા કલાકારોએ પણ આ કલા મહાકુંભમાં ભાગ લીધો છે.ત્યારે તા.19 અને 20 જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન લૂણાવાડા ખાતે આવેલ વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવેલ હતું.જેમાં લોકનૃત્ય, રાસ, એક પાત્રીય અભિનય, સુગમ સંગીત, લોકનૃત્ય, રાસ, એક પાત્રીય અભિનય, સુગમ સંગીત જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મહીંસાગર જીલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ અનેક લોકોએ ઉત્સાહભર ભાગ લીધો હતો.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.