મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના હસ્તે હાલોલ તાલુકાના કાશીપુરા પ્રાથમિક શાળાનું કરવામાં આવ્યું લોકાર્પણ - At This Time

મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના હસ્તે હાલોલ તાલુકાના કાશીપુરા પ્રાથમિક શાળાનું કરવામાં આવ્યું લોકાર્પણ


*વિન્ડાર રીન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લી.ના હસ્તે ત્રણ મહિનામાં નવનિર્મિત શાળા સંકૂલ બનાવવામાં આવ્યું*

*સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ માટે 33 હજાર ઓરડાઓ કરવામાં આવ્યા છે મંજૂર- મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર*

ગોધરા

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તરખંડા ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર (ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો)ના હસ્તે વિન્ડાર રીન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લી.ના સૌજન્યથી તૈયાર થયેલ નવનિર્મિત કાશીપુરા પ્રાથમિક શાળાનું દીપ પ્રાગટ્ય કરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરીને ઉપસ્થિતોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ વિન્ડાર રીન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લી. ના એમ.ડીને એક સારા સંકુલ માટે રાજ્ય સરકાર વતી ઋણ સ્વીકાર પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. આ સાથે તેમણે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજે કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી દ્વારા વિધાર્થીઓના હિતમા વિવિધ નિર્ણયો લઈને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવા અનેક પહેલો કરી છે. આજે કન્યાકેળવણી, શાળા પ્રવેશોત્સવ દ્વારા દીકરીઓને અભ્યાસ માટે સરકારશ્રીએ અભિગમ અપનાવ્યો છે જેના થકી આજે દેશના ઉચ્ચ વિભાગો પર મહિલાઓ કાર્યવંતીત થઈ છે. આજે 21 મી સદી ભારતની છે દુનિયાની સાથે કદમ મિલાવવા માટે આજના ટેકનોલૉજીના સમયમાં ભણતર મહત્વનું છે. વિધાર્થીઓ માટે જેમ શિક્ષકોની જવાબદારી છે તેમ દરેક માતાપિતાની પણ એટલી જ જવાબદારી છે કે પોતાનું બાળક સારું શિક્ષણ મેળવે.
તેમણે રાજ્ય સરકારની શિક્ષણ પ્રત્યે ઉપલબ્ધિઓ વિશે જણાવતા કહ્યું કે પ્રવર્તમાન રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ માટે 33 હજાર ઓરડાઓ મંજૂર કરવામાં આવ્યા છે. આજે ખાનગી શાળાઓમાંથી ચાર લાખ વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે પ્રવેશ્યા છે. તેમણે નારી શક્તિને સલામ કરતા કહ્યું કે બહેનોએ આજે દેશને ગૌરવ અપાવ્યું છે.
અહી નોંધનીય છે કે આ કંપની દ્વારા હાલોલ તલોકામાં આ ત્રીજી શાળા બનાવી છે જેમાં લાઇબ્રેરી, શાળાના ઓરડા, મધ્યાન ભોજન રૂમ, ગાર્ડન,આર ઓ પ્લાન્ટ, શેડ અને શાળા ફરતે કોટ ફક્ત ત્રણ મહિનાના ટુંકા ગાળામાં બનાવ્યું છે.
આજના આ પ્રસંગે વિન્ડાર રીન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લી. ના એમ.ડી અને સ્પેનના વતની શ્રી ઓર્લેંન્ડો અલોંસો, સી.ઈ.ઓ કે.ભારતી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વી.એમ પટેલ, પ્રાંત અધિકારીશ્રી, શિક્ષકશ્રીઓ,વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામલોકો હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.