વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ **પ્રેસ નોટ** તા.૨૦/૦૬/૨૦૨૨ *:: વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે ઘોડીયાઘરની શરૂઆત કરતી વેરાવળ સીટી પોલીસ ::* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kihizjyozyovxnfp/" left="-10"]

વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ **પ્રેસ નોટ** તા.૨૦/૦૬/૨૦૨૨ *:: વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે ઘોડીયાઘરની શરૂઆત કરતી વેરાવળ સીટી પોલીસ ::*


વેરાવળ સીટી પોલીસ સ્ટેશન
જી.ગીર સોમનાથ
**પ્રેસ નોટ**
તા.૨૦/૦૬/૨૦૨૨
*:: વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે ઘોડીયાઘરની શરૂઆત કરતી વેરાવળ સીટી પોલીસ ::*
💫ગુજરાત રાજ્યના મ્હે.ડી.જી.પી. આશિષ ભાટીયા સાહેબ નાઓ દ્વારા શહેર/જીલ્લા/પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહીલા પોલીસ કર્મચારીઓના નાના બાળકો માટે ઘોડીયાઘરોનો પ્રારંભ કરાવવા સુચના થઇ આવતા જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહજી જાડેજા સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓએ મહીલા પોલીસ કર્મચારીઓના નાના બાળકો માટે ઘોડીયાઘરોનો પ્રારંભ કરાવવા બાબતે સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને
💫મહત્વનું છે કે, પ્રવર્તમાન સમયે પોલીસ સહિતના વિભાગો અને ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રદાન નોંધનીય છે. મહિલાઓની સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓની સાથે કારકિર્દી સહિતના અનેકવિધ પાસઓ પર ઉમદા યોગદાન આપી રહ્યા છે. આવા સમયે પોલીસ વિભાગમાં પણ મહિલા પોલીસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. મહિલા પોલીસ કર્મચારીઓને તાલીમ અને ફરજના ભાગરૂપે જવાનું થતું હોય છે ત્યારે તેમના બાળકોની કાળજી અને સારસંભાળ પૂરતી રીતે લેવામાં આવે અને બાળકની ચિંતા વિના માતા પોતાની રાષ્ટ્ર રક્ષાની ફરજ પણ પૂર્ણ કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી* દ્વારા વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે આજરોજ ઘોડીયા ઘરની શરૂઆત કરવામાં આવેલ છે. જેનુ ઉદધાટન *મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ* નાઓ દ્વારા કરી ઘોડીયા ઘર શરૂ કરવામાં આવેલ છે. આ ઘોડિયા ઘર શરૂ કરવાનો ઉદ્દેશ એ છે કે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીઓના બાળકોનો યોગ્ય ઉછેર થાય, મહિલા પોલીસ કર્મીઓ પોતાના નાના બાળકો સાથે રાખી સારી રીતે ફરજ નિભાવી શકે તેમજ વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે પાસપોર્ટ ઇન્ક્વાયરી માટે આવતી જાહેર જનતા/મહીલાઓના નાના બાળકો માટે આ ઘોડિયા ઘરની શરૂઆત કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]