રાજકોટ સિવિલના નર્સિંગ ચીફ સુપરિન્ટેન્ડન્ટનો હોદ્દો, વર્ષે 18 લાખ પગાર છતાં ગરીબોનું 'આયુષ્યમાન કાર્ડ’ કઢાવી ઉપયોગ પણ કરી લીધો! - At This Time

રાજકોટ સિવિલના નર્સિંગ ચીફ સુપરિન્ટેન્ડન્ટનો હોદ્દો, વર્ષે 18 લાખ પગાર છતાં ગરીબોનું ‘આયુષ્યમાન કાર્ડ’ કઢાવી ઉપયોગ પણ કરી લીધો!


રાજ્ય સરકારમાં ક્લાસ 2 અધિકારી અને વર્ષે લાખોનો પગાર મેળવનારા અધિકારીઓ હવે ગરીબો માટેનું 'આયુષ્યમાન કાર્ડ' લઈને ફરે છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ ચીફ સુપરિન્ટેન્ડેન્ટ હિતેન્દ્ર ઝાંખરિયા ક્લાસ-2 અધિકારી છે. તેમનો વાર્ષિક 18 લાખ પગાર છે, છતાં કોઠા-કબાડા કરી પોતાના અને પરિવારજનોના નામે ગરીબોને મળતું આયુષ્યમાન કાર્ડ કઢાવી લીધું છે. એકતરફ જરૂરિયાતમંદો આયુષ્યમાન કાર્ડ વગર મોંઘી સારવાર માટે રઝળે છે. ત્યારે આવા સરકારી બાબુઓ સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.