સુરેન્દ્રનગર એસ.ઓ.જી. દ્વારા લીંબડી સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી , પ્રતિબંધિત મોબાલઇ ફોન નંગ -૨ ઝડપી પડ્યા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mklh9ebjygylxvke/" left="-10"]

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. દ્વારા લીંબડી સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી , પ્રતિબંધિત મોબાલઇ ફોન નંગ -૨ ઝડપી પડ્યા.


પોલીસ હે.પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુધાત સાહેબ નાઓએ લીંબડી ખાતેની સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ઘરી , પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય . જે અન્વયે આજરોજ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી સા . તથા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. પ્રવિણભાઈ આલ , રવિભાઈ ભરવાડ તથા હે.કો. મહીપતસિંહ તથા હે.કો. હરદેવસિંહ વિગેરે સ્ટાફ તથા બી.ડી.ડી.એસ. શાખાના પો.સ.ઇ. શ્રી જે.આર.રાણા તથા સ્ટાફના એ.એસ.આઇ. નરેન્દ્રકુમાર જાની , મહાવીરસિહ મહેન્દ્રસિંહ તથા પો.કોન્સ . કીરીટકુમાર ત્રિવેદી તથા પો લોકરક્ષક દિવ્યરાજસિંહ રામદેવસિહ વિગેરે સ્ટાફ તથા લીંબડી સબ જેલના જેલર, જેલ સ્ટાફ તથા જેલ ગાર્ડ ના સ્ટાફ સાથે લીંબડી સબ જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. લીંબડી સબ જેલના બેરેક નં ૧ માંથી આરોપી નં,૧૩ મહેન્દ્રભાઈ દાદભાઈ કરપડા જાતે કાઠી દરબાર ઉવ .૨૬ રહે સુદામડા પોસ્ટ ઓફિસ સામે તા.સાયલા જિ.સુરેન્દ્રનગરવાળા પાસેથી સેમસંગ કંપનીનો સાદો કીપેડ મોબાઈલ ફોન નંગ -૧ કિ.રૂ.૫૦૦- તથા આરોપી નં,૨ શનિભાઈ ચંદુભાઈ ભોજૈયા જાતે દેવીપુજક ઉવ. ૨૦ રહે દુધરેજ સાયલાના ડેલા પાસે તા.વઢવાણ જિ.સુરેન્દ્રનગરવાળા પાસેથી સેમસંગ કંપનીનો સાદો કી પેડ મોબાઈલ ફોન નંગ- ૧ કિ.રૂ.૫૦૦- એમ બંન્ને ઈસમો પાસેથી કુલ મળી પ્રતિબંધીત મોબાઈલ ફોન નંગ -૨ મળી આવતા , સદરહુ મુદામાલ જેલ પરિસરમાં પ્રતિબંધિત હોય , જેથી મોબાઇલ કબ્જે કરી મજકુર ઇસમો વિરૂધ્ધમાં લીંબડી પો.સ્ટે.માં જેલ પ્રીઝન્સ એક્ટ હેઠળ અલગ અલગ ગુન્હો રજી . કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

૧ આરોપી મહેન્દ્રભાઇ દાદભાઇ કરપડા કાઠી દરબાર નો ગુનાહિત ઇતિહાસ
( ૧ ) સાયલા પો.સ્ટે . ગુ.૨.નં. ૩૪૪ ૨૦૨૧ IPC કલમ . ૩૦૨ વિ .
( ૨ )સાયલા પો.સ્ટે . ગુ.૨.નં. ૨૦ ૨૦૧૭ પ્રોહી . કલમ . ૯૩ ( ૩ ) સાયલા પો.સ્ટે . ગુ.ર.નં , ૨૯ : ૨૦૧૭ પ્રોહી . કલમ ૧૧૬ બી , ૬૫ ઇ . ૮૧
( ૪ ) પાળીયાદ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૬૩ ૨૦૧૯ પ્રોહી . કલમ . ૬૫ એ . ૬૫ ઇ . ૮૧,૯૮

૨ આરોપી . શનિભાઇ ચંદભાઇ ભોજેયા દેવીપુજક નો ગુનાહિત ઇતિહાસ
( ૧ ) સાયલા પો.સ્ટે . ગુ.૨.નં. ૬૦/૨૦૨૨ IPC કલમ ૩૬૩ ૩૭૬ કબ્જે કરેલ લ મુદામાલ સેમસંગ કી પેડ મોબાઇલ ફોન નંગ ૨ જેની કિ.રૂ ૧૦૦૦ .

કામગીરીમાં રોકાયેલ અધિકારી કર્મચારી -
(૧) પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી.વી.વી.ત્રિવેદી
(૨) ASI પ્રવીણભાઈ આલ
(૩) ASI રવિભાઇ અલગોતર
(૪) હેડ.કોન્સ મહિપતસિંહ મકવાણા
(૫) વુ.પો.કોન્સ . સંગીતાબા રાણા
(૬) હે. કો. હરદેવસિંહ પરમાર
(૭) ડ્રા.હે.કો પરસોત્તમભાઇ તથા
(૮) બી.ડી.ડી.એસ. શાખાના પો.સ.ઇ. શ્રી જે.આર.રાણા (૯)એ.એસ.આઇ. નરેન્દ્રકુમાર જાની
(૧૦) મહાવીરસિહ મહેન્દ્રસિંહ
(૧૧) પો.કોન્સ . કીરીટકુમાર ત્રિવેદી
(૧૨) પો.લોક રક્ષક દિવ્યરાજસિંહ રામદેવસિંહ

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]