મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ મુનપુરીયા મહાદેવ અને રણછોડજી મંદિર એટલે કે માછીનાં નાધરા તરફ જતા રસ્તા પર ગંદકી નું સામ્રાજ્ય યથાવત. - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ મુનપુરીયા મહાદેવ અને રણછોડજી મંદિર એટલે કે માછીનાં નાધરા તરફ જતા રસ્તા પર ગંદકી નું સામ્રાજ્ય યથાવત.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ મુનપુરીયા મહાદેવ અને રણછોડજી મંદિર એટલે કે માછીનાં નાધરા તરફ જતા રસ્તા પર ગંદકી નું સામ્રાજ્ય યથાવત.
માછીના નાધરા ગામ પાસે પૌરાણિક મુનપુરીયા મહાદેવ અને રણછોડજી નું મંદિર આવેલું છે આ સ્થળ મહીસાગર નદી કિનારે આવેલું હોવાથી ત્યાં શ્રદ્ધાળુઓ ની પણ અવરજવર વધુ રહે છે અહીં ટૂંક સમયમાં મહાશિવરાત્રી નો મેળો પણ ભરાવા જઈ રહ્યો છે.
આ રસ્તા ની બાજુમાં અંદાજે પાંચ થી સાત મકાનો આવેલા છે જેઓ ઘરવપરાશ નું ગંદુ પાણી અને પશુઓ નાં મળ મૂત્ર રસ્તા પર વેરવાથી રસ્તો થોડાજ સમયમાં ખરાબ થઈ ગયો છે આ બાબતને વેલણવાડા પંચાયતમાં જાણ કરવામાં આવી હતી તેના પ્રત્યુતર મા પંચાયત દ્વારા નોટીસ પણ આપવામા આવી છે છતા ગંદકી નુ સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે અને જે આ ગંદકી બંધ કરવાનું કહે તેમની સાથે દૂર વ્યવહાર કરવામા આવે છે "જે થાય તે કરીલો કલેક્ટર ને જાણ કરવી હોય તો કરો ગંદકી નહિ બંધ થાય" વગેરે જેવા અમાનુષી ભર્યાં શબ્દો અહીં ગંદકી કરતા સ્થાનિક દ્વારા બોલવામાં આવી રહ્યા છે
આમ દાદાગીરી પૂર્વક જાહેર મિલકત ને નુકસાન કરે છે અને જનતા ને નુકસાન થાય તેવું કાર્ય કરે છે તેમ છતાં તંત્ર હાથ પર હાથ ધરી બેસી રહેશે ?
આ રસ્તાપર સૂત્રો નાં જણાવ્યા મુજબ બાઈક સવાર મુસાફરો વારંવાર બાઈક સ્લિપ ખાઈ પડે પણ છે અને હવે ટૂંક સમયમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી નો મેળો અહીં ભરાવાનો સમય નજીક આવી રહ્યો છે. કોઈક મુસાફરો ને જાનહાનિ થાય તેવી શક્યતા પણ રહેલી છે આમેય આ રસ્તા ની આજુબાજુ દબાણો થઈ ગયેલ હોવાથી રસ્તો પણ સાંકડો છે જ્યા બે મોટા વાહનોને સાઈડ આપવામા પણ તકલીફ પડે છે,
આમ એક બાજુ ભારત સરકાર દ્વારા આવા પૌરાણિક સ્થળો ને વિકસાવવામાં આવે છે અને બીજી બાજુ તેમના રસ્તાઓ પર ગંદકી કરવામાં આવે છે.

જો વહેલી તકે અહીં પાણીનો નિકાલ કે સોશ ખાડા બનાવવામાં ન આવે તો જાનહાનિ થાય તેવી શક્યતાઓ રહેલી છે.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.