ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન મોટર સાયકલ ચોરીના અનડીટેકટ ગુનાના આરોપીને પકડી પાડી મો.સા.ચોરી નો ભેદ ઉકેલતી બોટાદ ટાઉન પોલીસ ટીમ - At This Time

ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન મોટર સાયકલ ચોરીના અનડીટેકટ ગુનાના આરોપીને પકડી પાડી મો.સા.ચોરી નો ભેદ ઉકેલતી બોટાદ ટાઉન પોલીસ ટીમ


ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન મોટર સાયકલ ચોરીના અનડીટેકટ ગુનાના આરોપીને પકડી પાડી મો.સા.ચોરી નો ભેદ ઉકેલતી બોટાદ ટાઉન પોલીસ ટીમ

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટર એસ.આર.ખરાડી સાહેબની સુચના અને માર્ગદર્શન આધારે બોટાદ ટાઉન પો.સ્ટેના પોલીસ સ્ટાફના બોટાદ ટાઉન મીલેટ્રી રોડ ચાર રસ્તા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા ત્યારે પો.કોન્સ. પ્રજ્ઞેશભાઈ ઝરમરીયા તથા પો.કોન્સ.લાલજીભાઈ રાઠોડ નાઓની સયુક્ત બાતમી મળેલ કે રાણપુર ગામ તરફથી બોટાદ સીટી તરફ એક નંબર પ્લેટ વગરનુ શંકાસ્પદ મોટર સાયકલ લઈને એક ઈસમ આવતા જેને પો.કોન્સ પ્રજ્ઞેશભાઈ તથા પો.કોન્સ.લાલજીભાઈ મો.સા.ને ઉભી રાખી આનુસાંગીક કાગળો માંગતા પોતાની પાસે નહી હોય અને ગલ્લા તલ્લા કરતો હોય જેથી પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી મો.સા.ના એન્જીન નંબર અને ચેસીસ નંબર આધારે સદર મો.સા.રજી.નં.GJ-33-J-0166 નો આવતા જે મો.સા.ની બોટાદ ટાઉન પો.સ્ટે.માં ચોરીનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી મજકુર આરોપી રવિભાઈ મુકેશભાઈ બાવળીયા ઉ.વ.૨૪ રહે.ઉમરાળા તા.રાણપુર જી.બોટાદ વાળાની યુક્તિ પ્રયુક્તિ દ્વારા પુછપરછ કરતા મજકુર ઈસમે બોટાદ ગઢડા રોડ જાનકી સોસાયટીમાંથી આશરે દોઢેક માસ પહેલા ચોરી હોવાનું જણાવતો હોય જે મો.સા. કબ્જે કરી મો.સા.ની કી.રૂ.૬૭૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી તપાસ કરી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન નો એક મો.સા.ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.