બોટાદ નાં PGVCL કર્મચારીઓમાં રોષ - At This Time

બોટાદ નાં PGVCL કર્મચારીઓમાં રોષ


*બોટાદ નાં PGVCL કર્મચારીઓમાં રોષ*
બોટાદમાં કર્મચારીઓએ પડતર માંગણીને લઈ આજે કાળી પટી ધારણ કરી, સુત્રોચાર દ્વારા વિરોધ કર્યો હતો.પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા પોતાના વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે બોટાદ પીજીવીસીએલ કર્મચારીઓ દ્વારા પણ પડતર જે માંગણીઓ છે તે માંગણીઓ ન સંતોષ તા આજે કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને જો આગામી દિવસોમાં પણ માંગ નહીં સંતોષાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે
પગાર ધોરણ અન્ય કર્મચારીઓ છે તેમની જેમ જ કરવામાં આવે તેવા વિવિધ પડતર પ્રશ્નોનો લઈને તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે બોટાદ પીજીવીસીએલ કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ તેમના દ્વારા આ આંદોલન ચાલુ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.