ડભોઈ ડિવિઝનના ડી.વાય.એસ.પી કલ્પેશસિંહ સોલંકીની બદલી થતા વિદાય સમારંભ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/en2neb8apv34drg6/" left="-10"]

ડભોઈ ડિવિઝનના ડી.વાય.એસ.પી કલ્પેશસિંહ સોલંકીની બદલી થતા વિદાય સમારંભ યોજાયો


રિપોર્ટ નિમેષ સોની, ડભોઈ

ડભોઈ ડિવિઝનના ડી.વાય.એસ.પી કલ્પેશસિંહ સોલંકીની વડોદરા શહેર ખાતે બદલી થતા ડભોઈ પટેલ વાડી ખાતે તઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષથી ડભોઈ નગરમાં તેઓએ નિષ્ઠાપૂર્વક બજાવેલી કામગીરીને ડભોઇ નગરના નગરજનોએ બિરદાવી હતી. તેઓની આ કામગીરીને કારણે તેઓ નગરજનોમાં આગવું સ્થાન ધરાવતા હતા. જેથી વિદાય સમારંભનો કાર્યક્રમ યોજી સન્માનિત કરાયા હતા. ડભોઇ તાલુકા સહિત વાઘોડિયા તેમજ કરજણ ડિવિઝનમાં પણ તેઓએ નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી.
ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા હાલ કરવામાં આવેલ બદલીઓમાં તેઓની બદલી વડોદરા શહેર ખાતે કરવામાં આવતા ડભોઇ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા તેઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે ડભોઈ - દભૉવતિના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા તેમજ વડોદરા ગ્રામ્યના ડી.એસ.પી.રોહન આનંદ, ડભોઇ પી.આઈ. એસ.જે.વાઘેલા સહિત ડભોઇ પોલીસ સ્ટાફ તેમજ ડભોઇ નગરના આગેવાનો, નગરપાલિકાના કોર્પોરેટરો, તેમજ ડભોઇના પત્રકાર મિત્રો દ્વારા ડી.વાય.એસ.પી કલ્પેશસિંહ સોલંકીને તેઓની ઉમદા કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ આવનાર દિવસોમાં તેઓ ખૂબ જ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]