વડોદરા ફાયર બ્રિગેડના અધિકારી સામે મહિલા દ્વારા બળાત્કારની ફરિયાદ. - At This Time

વડોદરા ફાયર બ્રિગેડના અધિકારી સામે મહિલા દ્વારા બળાત્કારની ફરિયાદ.


વડોદરા ફાયર સ્ટેશનના વિવાદિત ઓફિસર સામે બળાત્કારની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે . પત્ની સાથે છૂટાછેડા લીધા હોવાનું ખોટુ જણાવી ફુલહાર કરનાર ફાયર ઓફિસર સામે પ્રેમિકાએ ફરિયાદ નોંધાવી છે . તાજેતરમાં ફાયર ઓફિસર સામે પ્રોહીબિશનનો ગુનો પણ નોંધાયો હતો .વડોદરા ફાયર સ્ટેશનના વિવાદિત ઓફિસર નિકુંજ આઝાદ સામે દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ છે . માંજલપુર પોલીસ સ્ટેશનમાં પીડિત યુવતીએ દુષ્કર્મની નોધાવી હતી . જેમાં નિકુંજે તેની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હોવાનું ખોટું બોલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાનું જણાવ્યું છે . વધુમાં યુવતી સાથે વડોદરાના સરકારી ક્વાર્ટરમાં અનેક વખત શારીરિક સંબધ રાખ્યા હોવાના ઉલ્લેખ સાથે યુવતીને ગોવા , અમદાવાદની હોટલમાં લઈ જઈને પણ દુષ્કર્મ અને અકુદરતી સેકસ આચર્યું હતું . જ્યારે યુવતીનો સમાન અમદાવાદથી વડોદરા શિફ્ટ કરવા ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સનો દૂરઉપયોગ પણ કર્યો હતો . યુવતીને વડોદરામાં ઘર આપી યુવતીની જાસૂસી કરવા ઘરમાં કેમેરા પણ ફીટ કરાવ્યા હતા . પોતાની પત્ની હોવા છતાં યુવતી સાથે નવા ઘરમાં જ ફૂલહાર કરી બીજા લગ્ન પણ કરી લીધાં હતા યુવતી સાથે કરેલ દુષ્કર્મનો વિડિયો બનાવી લેપટોપ અને મોબાઈલમાં રાખ્યો હોવાના આક્ષેપ છે . આરોપી નિકુંજ આઝાદ યુવતી સાથે દુષ્કર્મ અને અકુદરતી સેકસ કરતા સમયે પોર્ન વિડિયો નિહાળતો હતો . થોડાક દિવસ પહેલા જ નિકુંજ આઝાદ સામે તેની જ પત્નીએ દારૂનો નશો કરી ઘરે આવી ધમાલ મચાવતા હોવાની પોલીસમાં ફરિયાદ કરી હતી . જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નિકુંજ આઝાદ સામે પ્રોહિબીશનનો ગુનો પણ નોંધાયો હતો . આગામી દિવસોમાં ઓફિસર સામે સસ્પેન્ડ સુધીની સુધીની કાર્યવાહી થાય તો નવાઈ નહીં .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.