વિંછીયાના ગુંદાળા-જસદણના બાખલવડ ગામે તથા જેતપુરમાં જુગારના દરોડાઃ ૨૧ પકડાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/juz1kzrukce6i7ke/" left="-10"]

વિંછીયાના ગુંદાળા-જસદણના બાખલવડ ગામે તથા જેતપુરમાં જુગારના દરોડાઃ ૨૧ પકડાયા


ગુંદાળા ગામે ૭, જસદણના બાખલવડ ગામે અને જેતપુરમાં ૬ શખ્સો જુગાર રમતા પોલીસની ઝપટે ચડ્યા

વિંછીયા પોલીસે ગુંદાળા ગામની સીમમાં નથુ રવજીભાઇ કટેશીયાની વાડીના સેઢા પાસે ઝાડ નીચે ખરાબાની જગ્યામાં જાહેરમાં જુગાર રમતા નથુ રવજીભાઇ કટેશીયા ધંધો, ખેતી, અને મનહર ભીખાભાઇ કટેશીયા ધંધો ખેતી અને લખમણ ઉકાભાઇ કુમારખાણીયા ધંધો ખેતી અને કેશુ જીવાભાઇ કટેશીયા ધંધો ખેતી અને કાળુ પોલાભાઇ કટેશીયા ધંધો ખેતી,અને શીવા જેરામભાઇ જોગરાજીયા ધંધો તથા અને ભોજા મેરામભાઇ કટેશીયા ધંધો ખેતી રે. તમામ ગુંદાળા ગામને રોકડા રૂા. ૧૭૦૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં. તેમજ બીજા દરોડામાં જસદણ પોલીસે બાખલવડ ગામે ચોરાવાળી શેરીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) સુરેશ જુગાભાઇ ડાંગર, ધંધો મજૂરી, (ર) હરેશ ઘુઘાભાઇ ખસીયા, ધંધો મજૂરી, (૩) ધર્મેશ સુખાભાઇ ડાંગર, ધંધો મજૂરી, (૪) વિમલ ભુપતભાઇ ડાંગર, ધંધો મજુરી, (૫) સાગર વેલજીભાઇ ડાંગર, ધંધો મજૂરી, (૬) હરેશ અમરશીભાઇ પલાળીયા, ધંધો મજૂરી તથા (૭) વિશાલ ભુપતભાઇ ડાંગર, ધંધો મજૂરી રહે. તમામ બાલખવડ ગામને રોકડા રૂા. ૧૫,૧૬૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ સાથે ત્રીજા દરોડામાં જેતપુર સીટી પોલીસે નાણાવટી હોસ્પીટલ પાછળ, બુગીયા શેરી, સુલેમાન ઓસમાનભાઇના ઘર પાસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) ઇરફાન મજીદભાઇ ડબગર, ધંધો મજૂરી, (ર) લલીત મહેશભાઇ સોલંકી ધંધો મજૂરી (૩) ઇસુબભાઇ હુસેનભાઇ ખેડારા, ધંધો મજૂરી (૪) દિનેશ લક્ષ્મણભાઇ સોલંકી, ધંધો વેપાર, (૫) હુસેનભાઇ સલીમભાઇ ડબગર, ધંધો મજૂરી તથા (૬) પરેશ હરકિશનભાઇ આસલાણી, રહે. તમામ જેતપુર, બુંગીયા શેરી, નાણાવટી હોસ્પીટલ પાછળને રોકડા રૂા. ૧૬,૩૨૦ અને ગંજીપતા સાથે પકડી પાડી પોલિસે કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]