સોજા કેન્દ્ર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં એસ.એસ.સી. બોર્ડ પરીક્ષાનો શુભારંભ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jsndrcmi3i4s8uvb/" left="-10"]

સોજા કેન્દ્ર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં એસ.એસ.સી. બોર્ડ પરીક્ષાનો શુભારંભ.


ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત માધ્યમિક શાળાંત પરીક્ષા (S. S. C.) નો આજરોજ શુભારંભ થયો છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા "શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા" ખાતે અત્યંત શાંતિપૂર્ણ રીતે બોર્ડ પરીક્ષાનો શુભારંભ થયો હતો. સોજા હાઈસ્કૂલ સહિત આસપાસની નવેક શાળાના સાડા ચારસોથી પણ વધુ પરીક્ષાર્થીઓ આ કેન્દ્રમાંથી પોતાનું ભવિષ્ય અજમાવી રહ્યાં છે. કેન્દ્ર સંચાલકશ્રી, સારસ્વત મિત્રો અને સમાજ શ્રેષ્ઠીશ્રીઓ દ્વારા આ તમામ બાળકોને પુષ્પ અર્પણ કરી આવકારી સાકરથી ગળ્યું મોં કરાવી શુભેચ્છાઓ પાઠવી આપવામાં આવી હતી. માતૃભાષા ગુજરાતીનું આજનું પ્રશ્નપત્ર બાળકો માટે એકંદરે સહજ-સરળ-સહેલું રહ્યું હતું.
જેવા નિબંધ પૂછવામાં આવ્યા હતા એમ એક અખબારી યાદીમાં શાળાના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ જણાવે છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]