દારૂના ચાર દરોડામાં 566 બોટલ સાથે ચાર શખ્સોને પોલીસે દબોચ્યા - At This Time

દારૂના ચાર દરોડામાં 566 બોટલ સાથે ચાર શખ્સોને પોલીસે દબોચ્યા


શહેર પોલીસે બુટલેગરો પર ધોંસ બોલાવી હોય તેમ અલગ અલગ સ્થળોએ ચાર દરોડા પાડી દારૂની 566 બોટલ સાથે ચાર શખ્સોને દબોચી રૂા.5.70 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત અનુસાર એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ. ઝાલા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના સ્ટાફને મળેલ ચોકકસ બાતમીના આધારે રાજકમલ પેટ્રોલપંપ સામેથી સ્વીફટ કારમાંથી વિદેશી દારૂની 500 બોટલ ઝડપી સીરાજ રઝાક લીંગડીયાની ધરપકડ કરી રૂા.5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે કાર ચાલક નાસી છુટતા તેની શોધખોળ આદરી હતી.
બીજા દરોડામાં કોઠારીયા રોડ પર રોકડીયા પાર્ટી પ્લોટ પાછળ આવેલ ઓમ રેસીડેન્સીમાં બ્લોક નં.8માં રહેતા જયદીપ સોમા સાકરીયાના ફલેટમાં દરોડો પાડી ક્રાઈમ બ્રાંચે દારૂની 36 બોટલ રૂા.13460નો મુદામાલ કબ્જે કરી જયદીપ સાકરીયાની ધરપકડ કરી હતી.
ત્રીજા દરોડામાં મોટામવા મેલડી માં મંદિર પાસેથી જયુપીટરમાં પસાર થતા ભરત ઉર્ફે કાનો વિનોદ ભોજાણી (રહે. મોટામવા)ને અટકાવી તાલુકા પોલીસે તેની પાસેથી 18 બોટલ દારૂ કબ્જે કરી કુલ રૂા.34800નો મુદામાલ કબ્જે કર્યો હતો. ચોથા દરોડામાં મોકાજી સર્કલ પાસેથી હિરેન અરવીંદ જોશી (ઉ.45) (રહે. સિલ્વરપાર્ક શેરી નં.5, નાનામવા મેઈન રોડ)ને ક્રાઈમ બ્રાંચે દારૂની 12 બોટલ રૂા.2400ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.