રાજકોટમાં ડમ્પરે રિક્ષાને ચગદી નાખતા વૃદ્ધનું મોત, મૃતદેહ ગાંસડીમાં લઈ જવો પડ્યો, ટ્રકે બાઈકને ટક્કર મારતા યુવાનનું મોત - At This Time

રાજકોટમાં ડમ્પરે રિક્ષાને ચગદી નાખતા વૃદ્ધનું મોત, મૃતદેહ ગાંસડીમાં લઈ જવો પડ્યો, ટ્રકે બાઈકને ટક્કર મારતા યુવાનનું મોત


રાજકોટ મોરબી રોડ પર બેડી ચોકડી પાસે આજે સવારે ડમ્પરના ચાલકે રિવર્સ લેતા સમયે એક રિક્ષાને ચગદી નાખી હતી. આથી રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આથી સ્થાનિક લોકોએ પોલીસ અને 108ના સ્ટાફને જાણ કરી હતી. જો કે, આ બનાવમાં રિક્ષાચાલક વૃદ્ધના મૃતદેહને ગાંસડીમાં બાંધીને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવો પડ્યો હતો. બીજો બનાવ રાંદરડા તળાવ પાસે અજાણ્યા ટ્રકે બાઇકને ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું હતું. ત્રીજા બનાવમાં બેડી તરફ બાઇક પર જતા પ્રૌઢને ઇકો કારે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. ચોથો બનાવ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આજે સવારે ચાલીને જતા યુવાનને અજાણ્યા વાહને ઠોકર મારતા મોત નીપજ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.