આસપુર ગામના તળાવમાં પાણી ભરવામા નહીં આવે તો ખેડૂતોએ ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી… - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jordm453w7qryuja/" left="-10"]

આસપુર ગામના તળાવમાં પાણી ભરવામા નહીં આવે તો ખેડૂતોએ ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી…


આસપુર ના તળાવમાં પાણી નહીં તો ચૂંટણી નહીં... ના નારા સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી...

વિરપુર તાલુકાના આસપુર ગ્રામ પંચાયતમાં આવેલ તળાવમા પાણી ભરવાની માંગ સાથે ગામના લોકો લોકસભાની ચૂંટણી અગાઉ જ ફરી આંદોલન કરે તેવા એંધાણ સર્જાયાં છે ત્યારે આસપુર ગ્રામ પંચાયતના ૧૦ જેટલા ગામોના ખેડૂતોની બેઠક મળી જેમાં નક્કી કરવામાં આવ્યુ છે કે,જો આગામી દિવસોમાં સરકાર આસપુર ગામનુ તળાવ ભરવા વહીવટી મંજૂરી નહીં આપે તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે વિરપુર તાલુકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર તાલુકો છે આ તાલુકામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે તાલુકામાં કોઈપણ કેનાલ કે ડેમની વ્યવસ્થા ન હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી પાણી માટે રઝળપાટ કરવા મજબુર છે ત્યારે ૧૦૦ થી વધારે ખેડુતો દ્વારા અગાઉ ગામનુ તળાવ ભરવાની પ્રબળ માંગ કરી હતી જોકે, તે બાદ સાસંદ, ધારાસભ્ય સહિત નેતાઓએ તળાવ ભરવા ખેડૂતોને ખાતરી આપી હતી પરંતુ આજદિન સુધી તળાવ ન ભરાતાં આ ખેડૂતો રોષે ભરાયા છે. રોષે ભરાયેલા ખેડૂતો હવે લોકસભાની ચૂંટણી ટાણે જ આંદોલન છેડે તેવા એંધાણ સર્જાયા છે આ વિસ્તારના ખેડુતો અને પશુપાલકો દ્વારા આવનાર દિવસોમાં તળાવ નહીં ભરવામાં આવે તો મતદાનનો પણ બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]