વડનગર માં સૌપ્રથમ વાર એક દિવસય આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

વડનગર માં સૌપ્રથમ વાર એક દિવસય આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી


વડનગર માં સૌપ્રથમ વાર એક દિવસય આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી

વડનગર ખાતે આરોગ્ય મંત્રી એ આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નો શુભારંભ કરવામાં આવ્યો હતો

ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે સૌ પ્રથમવાર એક દિવસય અાંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી તેમાં 21દેશો.4 રાજ્યો.71 પતંગ બીજો થી વડનગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ વિસ્તાર ના આકાશમાં અવનવા પતંગો અને અલગ અલગ ડિઝાઇન , અલગ અલગ સાઈઝ ના પતંગો ઉડવા લાગ્યા હતા.
આકાશ માં કુદરતી એ કોઈ નવી ડિઝાઈન તૈયાર કરી તેવું થોડી વાર લાગતું હતું અને વડનગર ની પ્રજાજનો ના ચહેરા પર એવો ખુશી નો આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો અને પતંગ મહોત્સવ જેવા ગામ,તાલુકો, જિલ્લો ,રાજય, દેશ, ની સંસ્કૃતિ જોવા મળે અને વિવિધતા માં એકતા જોવા મળે તેને મહોત્સવ કહે, તેથી સરકાર પતંગ મહોત્સવ, તાના-રીરી મહોત્સવ, મોઢેરા માં સૂર્યમંદિર ના પટાઆંગણ થતો મહોત્સવ થી સંસ્કાર , સંસ્કૃતિ, આદાન-પ્રદાન કરવામાં સરકાર કટિબદ્ધ રીતે કામ કરી રહી છે.

આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગુજરાત રાજ્ય આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ, કાયદા મંત્રી ઋષિકેશ પટેલ શુભારંભ ઐતિહાસિક પૌરાણિક નગરી વડનગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ કર્યો હતો અને આ પંતગ મહોત્સવ નો સૌપ્રથમ વાર વડનગર ખાતે કરવામાં આવ્યો તેથી હવે દર વર્ષ આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વડનગર ખાતે થશે ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરવા માં મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શુભારંભ કરવા થી વડનગરમાં તાના-રીરી મહોત્સવ માં થી વધારો થયો તેથી હવે પતંગ મહોત્સવ પણ દર વર્ષ એ ઉજવણી કરવામાં આવ છે.
ઐતિહાસિક, પૌરાણિક , વિરાસત નગરીવડનગર ને યુનેસ્કો એતાજેતરમાં વર્લ્ડ હેરિટેજ ટેન્ટેટીવ યાદી માં સ્થાન મળ્યું છે.તેવા વડનગર ભૂમિ માં નવીન મહોત્સવ ની શરૂઆત કરવામાં આવી છે. તેથી સંસ્કૃતિ વરસો જળવાઈ રહે તે માટે સરકાર એ આદાન -પ્રદાન કરી રહી છે.
પંતગ મહોત્સવ જેવા ઉત્સવ થકી સ્વ રોજગારી ની તકો ઉભી થાય છે તે માટે સરકાર નો આવા મહોત્સવ ની ઉજવણી કરવા થી રોજગાર મળી રહે.તેથી વડનગર ખાતે એક દિવસીય આંતરારાષ્ટ્રીય પતંગમહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી અને પતંગ રસિયાઓ તો દેશ વિદેશ થી ભાગ લેવા અને વડનગર ઐતિહાસિક પૌરાણિક વરસો જોવા માટે પધારો હતા. એક કહેવત છે કે " ધર માં કોઈ મહેમાન આવે ત્યારે કેટલો આનંદ" હોય છે. તેવું વડનગર તીર્થ ભૂમિ માં બન્યું કે બહાર થી પધારેલા મહેમાનો વડનગર નેઅંતર મન થી નિહાળી રહ્યા હતાં . અતિથિ દેવો ભવ: એવું આ પતંગ મહોત્સવ માં દેખાતું હતું. કારણ કે અતિથિ એ આપણા ભગવાન કહેવાય

દેશ વિદેશ થી પધારેલા મહેમાનો પતંગ મહોત્સવ ખૂબ જ મજા આવી અને તેના ચહેરા આનંદ ઉલ્લાસ જોવા મળતો મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે પતંગ મહોત્સવ થી આજે ગુજરાત માં રોજગારી સર્જન થયું છે. ગુજરાતમાં વિકાસ નો પતંગ સતત બે દાયકાથી ઉંચાઈ ને પાર કરી રહ્યો છે. આ પતંગ મહોત્સવ થી ઇન્ટરનેશનલ એટ્રેકશન બની ગયું છે. આ મહોત્સવ થીબે દાયકા પહેલાં અંદાજીત 10 કરોડ નું પતંગ ઉધોગ નું ટર્નઓવર અને આજે ₹ 625 કરોડ થયું છે. તેમજ 1 લાખ 30 હજાર જેટલા લોકો ને આ ઉઘોગ થી રોજગારી નું મધ્યમ બન્યું છે.

ઐતિહાસિક પૌરાણિક નગરી વડનગર ખાતે પતંગ મહોત્સવ માં આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગ બાજોએ દ્રારા કાઈટ -ફ્લાઈંગ પતંગ દોરી સ્ટોલ્સ,સાંસ્કૃતિક કાર્યક્રમ હસ્તકલા બજાર ની ખાણી પાણીના સ્ટોલ સહિત પજાજનોનું આકર્ષણ કેન્દ્ર બનતા પ્રજાજનો અનેરો આનંદ છવાઈ ગયો હતો. , વડનગર ખાતે યોજાયેલા પતંગ મહોત્સવ માં બહરિન,કેનેડા,ઈરાક, ન્યુઝીલેન્ડ સિંગાપોર, સ્પેન, ઝિમ્બાબ્વે, ઓમાન, સાઉદી અરેબિયા, ઈજિપ્ત, સહિત ના વિદેશી તથા દેશના પંજાબ, કેરળ, મહાષ્ટ્રા અને દિલ્હી તેમજ ગુજરાત પતંગ બીજો પતંગ મહોત્સવ સહભાગી થયા હતા.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,સંસદ સભ્ય, શારદાબેનપટેલ, ઉઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ,મહેસાણા જિલ્લા, કલેક્ટર ઉદિત અગ્રવાલ, વડનગર મામલતદાર રોહિત ડી અધારા, વડનગર તાલુકા પંચાયત ના પ્રમુખ પરેશભાઈ પટેલ, અને વડનગર ના અગ્રણી નાગરિકો તથા વડનગર નગરપાલિકા ના ચીફ ઓફિસર મનોજભાઈ સોલંકી, વડનગર પ્રવાસન વિભાગ ફરજ બજાવતા નિવૃત અધિકાર આર આર ઠક્કર, વગેરે ગુજરાત નાઅધિકારીઓ અને ધારાસભ્ય આ આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માં હાજર રહ્યા હતા.

.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.