નાની લાખાવાડ ગામે ખાતરની થેલીમાં દારૂની હેરાફેરી કરતા ઈસમની જસદણ પોલીસે ધરપકડ કરી - At This Time

નાની લાખાવાડ ગામે ખાતરની થેલીમાં દારૂની હેરાફેરી કરતા ઈસમની જસદણ પોલીસે ધરપકડ કરી


નાની લાખાવાડ ગામે ખાતરની થેલીમાં દારૂની હેરાફેરી કરતા ઈસમની જસદણ પોલીસે ધરપકડ કરી

જસદણ પોલીસને માહિતી મળતા નાની લાખાવડ ગામ તરફથી એક ઇસમ મોટર સાઇકલમા ઇગ્લીશ દારૂની પેટીઓ લઇને જસદણ આવવાનો છે તેવી હકીકત મળતા હકીકતથી જસદણ પોલીસ નાની લાખાવડ ગામથી જસદણ આવવાના રસ્તે આવેલ મહાદેવના મંદિર પાસે રોડ ઉપર વોચમાં હતા તે દરમ્યાન કલાક- રાત્રે 11:15 વાગ્યે નાની લાખાવડ ગામ તરફથી એક મોટર સાઇકલ ચાલક આગળ ટાંકી ઉપર એક ખાતરની થેલી રાખી આવતો હતો જેથી પોલીસે તેને રોકી અને નામઠામ પુછતા પોતે પોતાનુ નામ કિરણભાઇ જેન્તીભાઇ મેર જાતે કોળી ઉવ.૨૦ ધંધો ખેતી રહે નાની લાખાવડ તા જસદણ જી રાજકોટ વાળો હોવાનુ જણાવેલ. ઇસમે લાઇટના અજવાળે લઇ જઇ અને મોટર સાઇકલની ટાકી ઉપર રાખેલ ખાતરની થેલીમા ચેક કરતા અંદર ખાખી કે લરના બે બોક્સ હોય જે બોક્સ ખોલી જોતા ભારતીય બનાવટની પરપ્રાતીય ૭૫૦ એમ.એલ.ની Mc Dowells NO. 1 FOR SALE IN PANJAB CLLECTION WHISKY ORIGINAL લખેલ સીલપેક બોટલો નંગ-૨૪ મળી આવેલ. જેથી ઇસમે કોઇ પાસ પરમીટ કે આધાર વગર પોતાના હવાલા વાળા મો.સા મા ખાતર ની થેલીમા ભારતીય બનાવટની પરપ્રાતીય ઇગ્લીશ દારૂની બોટલ નં-૨૪ કિ. ૭,૨૦૦/- તથા મો,સાની કિ. ૨૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ,રૂ-૫૦૦/- એમ મળી કુલ કિ,રૂ-૨૭,૭૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા ઇસમે પ્રોહી કલમ ૬૫ એ.એ. ૧૧૬(બી),૯૮(૨) મુજબનો ગુન્હો કરતા કિરણ ની જસદણ પોલીસે ધરપકડ કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.