જેડીયુના નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહ પાસે કરોડોની બેનામી સંપત્તિ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jdu-accused-former-union-minister-rcp-singh-created-unaccounted-wealth-property/" left="-10"]

જેડીયુના નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહ પાસે કરોડોની બેનામી સંપત્તિ


જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)ના નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહ સામે કરોડોની બેનામી સંપત્તિનો આરોપ જેડીયુના અધ્યક્ષ ઉમેશ સિંહ કુશવાહાએ કર્યો હતો અને પાર્ટીએ એ બાબતે આરસીપી સિંહને કારણદર્શક નોટિસ પાઠવી હતી. આરોપો બાદ આરસીપી સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.બિહાર જેડીયુના અધ્યક્ષ ઉમેશ સિંહ કુશવાહાએ જેડીયુના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહને કરોડોની બેનામી સંપત્તિ બાબતે કારણદર્શક નોટિસ પાઠવી હતી. જેડીયુ બિહારના અધ્યક્ષે આરોપ લગાવ્યો હતો કે આરસીપી સિંહે તેમના ઉપરાંત પરિવારના નામે કરોડો રૃપિયાની બેહિસાબી સંપત્તિ એકઠી કરી છે. આ આરોપથી બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. એક સમયે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા આરસીપી સિંહ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. જોકે, છેલ્લાં ઘણા સમયથી આરસીપી સિંહ અને જેડીયુના સંબંધો ખરાબ થયા હતા. એ કારણથી આરસીપીને રાજ્યસભાની ટિકિટ મળી ન હતી. પરિણામે તેનું કેન્દ્રીય મંત્રી પદ પણ ગયું હતું.આ આરોપ પછી આરસીપી સિંહે જેડીયુને ડૂબતી નાવ ગણાવીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આરસીપી સિંહે કહ્યું હતું કે ઈર્ષ્યાનો કોઈ જ ઈલાજ નથી. પાર્ટીનું કોઈ જ ભવિષ્ય નથી. પાર્ટીમાં હવે કંઈ જ બચ્યું નથી. પાર્ટીને ધમકી આપતા આરસીપી સિંહે કહ્યું હતું કે એ જમીન સાથે જોડાયેલા નેતા છે અને તેની પાસે અનેક વિકલ્પો ખુલ્લા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]