શાળા નંબર 93 નાં આચાર્ય વનિતાબેન રાઠોડની રાજ્ય કક્ષાનાં બે સંગઠનમાં નિયુક્તિ - At This Time

શાળા નંબર 93 નાં આચાર્ય વનિતાબેન રાઠોડની રાજ્ય કક્ષાનાં બે સંગઠનમાં નિયુક્તિ


શાળા નંબર 93 નાં આચાર્ય વનિતાબેન રાઠોડની રાજ્ય કક્ષાનાં બે સંગઠનમાં નિયુક્તિ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં. 93 ના આચાર્યશ્રી વનિતાબેન રાઠોડ 2021 નાં રાષ્ટ્રપતિ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા છે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં એમનાં ઉમદા કાર્યની નોંધ લેવાઈ રહી છે. વિશેષમાં હાલ રાજ્ય કક્ષાના બે સંગઠનોમાં તેમની વરણી કરવામાં આવી છે. મહીસાગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મહિસાગરના સંયુક્ત ઉપક્રમે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની માનગઢ હિલ ખાતે મહીસાગર જ્ઞાનગંગા પ્રકલ્પ કાર્યશાળાનું આયોજન શિક્ષણ મંત્રીશ્રી ડોક્ટર કુબેર ડીંડોર સાહેબની અધ્યક્ષતામાં થયેલું હતું. તારીખ 27/9/23 થી 28/9/23 બે દિવસીય લેખકોની લેખન શિબિર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી સાહિત્યકારો, લેખકો, કેળવણીકારો, પુરોહિતો તથા શિક્ષણવિદોએ હાજરી આપી. નવી શિક્ષણનીતિ 2023 અંતર્ગત મૂલ્ય શિક્ષણ મળી રહે એવા ઉમદા હેતુથી આ બે દિવસીય કાર્યશાળામાં ધોરણ 4 થી 9 માટે તૈયાર થનાર એક અમૂલ્ય અને અદ્વિતીય પાઠ્યપુસ્તક માટેના સાહિત્ય સામગ્રીની પૂર્વ આયોજન અને અપેક્ષિત સામગ્રી માટેની ચર્ચાઓ અને લેખન કાર્ય થયું. પ્રકૃતિમય અને નયનરમ્ય ઐતિહાસિક સ્થળ માનગઢ ખાતે મહીસાગર જિલ્લાનાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડૉ. અવનીબા મોરીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ પુસ્તકનું લેખન કાર્ય થઈ રહ્યું છે. આ લેખન કાર્યમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટના શાળા નંબર 93 નાં આચાર્ય વનિતાબેન રાઠોડને પણ લેખિકા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ભારતને વિશ્વ ગુરુ બનાવવા અને શિક્ષણનું ઉત્થાન માટે ભારતીય શિક્ષણ મંડળ કાર્ય કરી રહ્યું છે. હાલમાં જ ભારતીય શિક્ષણ મંડળની સૌરાષ્ટ્ર પ્રાંતની કારોબારીની કાર્યશાળાનું આયોજન રાજકોટ ખાતે થયેલું હતું. ભારતીય શિક્ષણ મંડળના મહિલા પ્રકલ્પનાં અખિલ ભારતીય પ્રમુખ અને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલપતિ પ્રોફેસર અમીબેન ઉપાધ્યાય દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંતની કાર્યકારિણીની જાહેરાત કરવામાં આવી. જેમાં વનિતાબેન રાઠોડને ભારતીય શિક્ષણ મંડળમાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં શાલેય પ્રકલ્પમાં સહપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારતને ફરી ઉચ્ચ શિક્ષણ તરફ લઈ જવાનું ભારતીય શિક્ષણ મંડળનું મુખ્ય ધ્યેય છે. આ કાર્યશાળામાં રાજ્યભરના વિવિધ વિદ્યા શાખાઓનું પ્રતિનિધિત્વ કરતાં શિક્ષણવિદો અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞો હાજર રહ્યા હતા. અખિલ ભારતીય ગુરુકુળ પ્રકલ્પ પ્રમુખ અને પશ્ચિમ ક્ષેત્રનાં પાલક અધિકારી આચાર્ય ડૉ. દીપક કોઈરાલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક મુકેશ મલકાણજી પણ હાજર રહ્યા હતા. રાજકોટનાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નંબર 93નાં આચાર્ય વનિતાબેન રાઠોડની પસંદગી રાજકોટ માટે ગર્વની બાબત છે.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.