*વિસાવદરની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર સહિતનો ખુટતો સ્ટાફ ફાળવવા અને નવું બિલ્ડીંગ બનાવવા ટિમ ગબ્બરની માંગ - At This Time

*વિસાવદરની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર સહિતનો ખુટતો સ્ટાફ ફાળવવા અને નવું બિલ્ડીંગ બનાવવા ટિમ ગબ્બરની માંગ


.ટીમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા એડવોકેટ તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ આર.જોશી દ્વારા પોસ્ટ વિભાગના જુદા જુદા અધિકારીઓ ને તથા ગુજરાતના સસદસભ્યો,મુખ્યમંત્રી, કલેક્ટરશ્રીઓ વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે,જૂનાગઢ જિલ્લા વિસાવદર તાલુકાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા ઘણા સમયથી પોસ્ટમાસ્તરની જગ્યા તથા કલાર્કની જગ્યાઓ ખાલી છે આ બાબતે અનેકવાર રજુઆત કરવા છતાં સ્ટાફ ભરાયેલ નથી કે કોઈ પોસ્ટમાસ્તરની જગ્યા ભરવામાં આવેલ નથી અને હાલ જે જગ્યાએ પોસ્ટની ઉપરોક્ત કચેરી ચાલે છે તેનું બાંધકામ ખુબજ જૂનું હોય અને તે પણ ભાડાની જગ્યામાં હોય તેથી પોસ્ટ ઓફીસ માટે આધુનિક સુવિધાઓ વાળું નવું બિલ્ડીંગ ફાળવવામાં આવે તેવી અમારી માંગ સાથે રજુઆત છે અમારી ઉપરોક્ત રજુઆત બાબતે જરૂરી કાર્યવાહી કરી કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિકઅધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બરના સરનામે મોકલી આપવા રજુઆત કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.