ટેક્નોલોજીમાં 2 ક્લાસ ન ખૂલતાં પરીક્ષા 10 મિનિટ મોડી શરૂ થઇ , - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/c3v4obluswu4qmmj/" left="-10"]

ટેક્નોલોજીમાં 2 ક્લાસ ન ખૂલતાં પરીક્ષા 10 મિનિટ મોડી શરૂ થઇ ,


કોમર્સ ફેકલ્ટીમાં એફવાય બીકોમની એન્ડ સેમ પરીક્ષા મંગળવાથી શરૂ થઇ હતી . ટેકનોલોજીમાં બે કલાસ પરીક્ષા સમયે ખોલવામાં આવ્યા ના હોવાથી વિદ્યાર્થીઓને 10 મીનીટ બાદ પરીક્ષા શરૂ કરવામાં આવી હતી . પરીક્ષા પહેલા સોમવારે મોડી રાત્રે સીલેબસ જાહેર કરાયો હતો . એમ . એસ . યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની પ્રથમ વર્ષની એન્ડ સેમિસ્ટર પરીક્ષાઓનો મંગળવારે પ્રારંભ થયો હતો . ટેકનોલોજી ફેકલ્ટીના બે કલાસ રૂમ પરીક્ષા સમયે ખુલ્લા ના હોવાથી વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી હતી . વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી સીલેબસની માંગણી કરવામાં આવી રહી હતી . પ્રથમ દિવસે ડેવલોપમેન્ટ કોમ્યુનીકેશન સ્કીલ ઇન ઇંગ્લીશના પેપરમાં જે સીલેબસ જાહેર કરવામાં આવ્યો હતો તેની બહારનું પૂછવામાં આવ્યું હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા . સાઇબર બુલીંગનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જે સીલેબસ બહારનો હતો અને વિદ્યાર્થીઓને 15 માર્કનું નુકશાન થાય તેવી સ્થિતી ઉભી થઇ છે . વિદ્યાર્થી અગ્રણી પંકજ જયસ્વાલે કોમર્સના સત્તાધીશોને વિદ્યાર્થીઓને ગ્રેસીંગ માર્ક આપવામાં આવે તેવી માંગણી કરી હતી . પરીક્ષા પહેલાં સિલેબસ જાહેર ન કરાયો કોઇ પણ પરીક્ષામાં શું તૈયારી કરવી તે અંગે વિદ્યાર્થીઓને પહેલાથી જ સીલેબસ જાહેર કરવામાં આવે છે . જે સીલેબસ જાહેર કર્યો હોય તેમાંથી પરીક્ષામાં પૂછવામાં આવતું હોય છે ત્યારે એફવાયની પરીક્ષા પહેલા રાત્રે સીલેબસ જાહેર કરવામાં આવ્યો હતો . જેના પગલે વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મૂકાયા હતા .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]