રાજકોટમાં 10 વર્ષથી 100 બાળાઓ રમે છે વેશભૂષાનો રાસ, તમામને સોના-ચાંદીની ભેટ અપાય છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jbfrf4arrn4hrqxz/" left="-10"]

રાજકોટમાં 10 વર્ષથી 100 બાળાઓ રમે છે વેશભૂષાનો રાસ, તમામને સોના-ચાંદીની ભેટ અપાય છે


રાજકોટમાં હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. અને સૌકોઈ જુદી-જુદી રીતે માતાજીની આરાધના કરી રહ્યા છે. જેમાં અમુક સ્થળે પ્રાચીન તો કેટલાક સ્થળે અર્વાચીન ગરબીઓનું આયોજન થતું હોય છે. પરંતુ શહેરનાં નનામૌવા રોડ પર આવેલી સિલ્વર ગોલ્ડ રેસી. ખાતે એક અનોખી ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાચીન અને અર્વાચીનનો અનોખો સમન્વય જોવા મળે છે. એટલું જ નહીં 10 વર્ષથી આયોજીત આ ગરબીમાં પ્રત્યેક વર્ષે કંઈક નવું આપવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે. જેમાં ગરબીમાં ભાગ લેતી તમામ બાળાઓ સહિત બાળકોને સોના-ચાંદીની ભેંટ આપવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]