ઘાયલ તેતર પક્ષીની સારવાર અર્થે જુનાગઢથી સંજીવની નેચર-આરેણા ગામે આવેલા મનિષભાઈ રાજપાલની પક્ષી સેવાને વંદન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/j413aunllqaoxieg/" left="-10"]

ઘાયલ તેતર પક્ષીની સારવાર અર્થે જુનાગઢથી સંજીવની નેચર-આરેણા ગામે આવેલા મનિષભાઈ રાજપાલની પક્ષી સેવાને વંદન


મનિષ ભાઈ રાજપાલ કે જેઓ જુનાગઢ ખાતે નિવાસ કરે છે.અને જીઇબી મા કોન્ટ્રાક્ટ બેઇઝ જોબ કરે છે.
મનિષ ભાઈ સાઈડ ઉપર ફરજ મા હતા એ દરમ્યાન ભૂ તેતર પક્ષી ધ્યાન મા આવતા પક્ષી ને પોતાના ઘરે લઈ જઈ જુનાગઢ ખાતે વેટરનરી ડોક્ટર પાસે સારવાર કરાવી ને પોતાના ઘરે લઈ આવ્યા. પ્રશ્ન એ હતો કે આ પક્ષી ને પગ અને પાંખ મા ફેક્ચર છે ને ડ્રેસિંગ પણ,, હવે સંભાળ અર્થે શું કરવું આ બાબત મનિષ ભાઈ માટે મુંજવણ હતી.
જુનાગઢ મા થોડી ઘણી તપાસ કરી. પછી રાજકોટમાં રહેતા મનિષ ભાઈના મિત્રએ આ પક્ષીને આરેણા ખાતે લઈ જવા કહ્યું ત્યાં આ પક્ષી ની સંભાળ ને સારવાર વ્યવસ્થિત થશે. હવે ભલામણ રાજકોટ થી આરેણા નાના એવા ગામડે જવાની,, હાલ જૂનાગઢ જેવા શહેરોને છોડીને દરિયા કિનારે આવેલા નાના ગામડે જવું એ વાત મનિષ ભાઈ ને ગળે ન ઉતરી.
રાત્રી ના સમયે મનિષ રાજપાલ દ્વારા આરેણા શિવમ્ ચક્ષુદાન -આરેણા ના સંચાલક શ્રી ના મોબાઈલ નંબર મેળવીને ફોન ઉપર ચર્ચા કરી એટલે બધી વાત ગળે ઉતરી ને જુનાગઢ જેવા સિટી માથી આ પક્ષી ને સારવાર અર્થે આરેણા લઈ ને આવ્યા. અને સારવાર કેન્દ્ર સંજીવની નું જાત નિરીક્ષણ કર્યું. મનિષ ભાઈ ખુબ ખુશ થયા કે આ મારો જુનાગઢ થી જે પક્ષી લઈ ને આવ્યો એ ધક્કો સફળ થયો છે,,, હવે હું આપના સારવાર કેન્દ્ર ને આર્થિક મદદ કરવા માગું છું, એ મનિષ ભાઈ ના શબ્દો હતા. એટલે અમારા સારવાર કેન્દ્ર ના સચિન જોટવા દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ અમે આર્થીક સહયોગ લેતા નથી,બસ આપનો ભાવ છે એ જ અમારો સપોર્ટ છે. ભાઈ અમે દાન, ફંડ ને ફાળા લેતા નથી અમે તો દિલ થી સેવા કરીએ છીએ. આપ પણ અજાણ હોવા છતાં જુનાગઢ જેવું સિટી મુકી ને આ દરિયા કિનારા ના ગામડે આવ્યા.અને રાજકોટના આપના મિત્રની સલાહ લઈને અમારો સંપર્ક કરી આપ આરેણા કેન્દ્ર ઉપર આવ્યા.આપણે કોઈ દિવસ મળ્યા પણ નથી અને આપ અમારી સેવાકીય પ્રવૃતિ વિશે સાંભળી અને અમારાથી અજાણ છતાં એક વિશ્વાસ સાથે આવ્યા બસ આ જ સેવા બતાવે છે કે નિસ્વાર્થ સેવા નો પ્રકાર એ અનંત હોય છે મનિષ ભાઈ હ્રદય થી આભાર કે આપ જુનાગઢ થી આરેણા સુધી આ નાના પક્ષી ને સારવાર સંભાળ અર્થે લઈ આવ્યા છે.આપની પ્રકૃતિ,પર્યાવરણ અને પશુ પક્ષી પ્રત્યેના પ્રેમ અને સેવાને વંદન આજે ભાગદોડ ભરી જીંદગીમાં એક માણસ બીજા માણસને ઉપયોગી નથી થઈ શકતો ત્યારે આપ એક ઘાયલ પક્ષી માટે છેક જુનાગઢથી અહિં આવ્યા એ આપની મહાનતા અને પ્રકૃતિ પ્રેમ બતાવે છે આપના આ સરાહનીય કાર્ય બદલ અમો આપને વંદન કરીએ છીએ.

રિપોર્ટર સુદીપ ગઢીયા -9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]