બોટાદ જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને ‘રોડ સેફ્ટી કાઉન્સિલ’ની ઝુમ એપ્લીકેશન પર ઓનલાઈન બેઠક યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/izb0ekysumnlvefh/" left="-10"]

બોટાદ જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને ‘રોડ સેફ્ટી કાઉન્સિલ’ની ઝુમ એપ્લીકેશન પર ઓનલાઈન બેઠક યોજાઈ


એઆરટીઓની અસરકારક કામગીરી: કલેક્ટરશ્રીની સૂચના મુજબ મહત્વના
રોડ પર સ્પીડબ્રેકર, સાઈનબોર્ડ અને સ્પીડ બ્રેકર મુકાયા

બોટાદ જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને ‘રોડ સેફ્ટી કાઉન્સિલ’ની ઝુમ એપ્લીકેશન મારફતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં કલેક્ટરશ્રીએ ગત બેઠકમાં એઆરટીઓને સોંપાયેલી કામગીરી પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. એઆરટીઓ દ્વારા બેઠકમાં મહત્વના રોડ પર નિર્ધારીત જગ્યાઓ પર સાઈનબોર્ડ મુકવા, સ્પીડ બ્રેકર, રસ્તાના રિસર્ફેસિંગ કરવા સહિતની કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

ઉક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બલોલિયા, અધિક નિવાસી કલેક્ટરશ્રી મુકેશભાઇ પરમાર, ARTO શ્રી ડી.કે.ચાવડા, RTO ઇન્સપેક્ટરશ્રી, બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, જિલ્લા આરોગ્ય વિભાગ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]