શ્રી સદારામ યુવા શિક્ષણ સમિતિ દ્વારા ભાભર નગરપાલિકા ટાઉનહોલ ખાતે પાંચમો સન્માન સમારોહ યોજાયો. - At This Time

શ્રી સદારામ યુવા શિક્ષણ સમિતિ દ્વારા ભાભર નગરપાલિકા ટાઉનહોલ ખાતે પાંચમો સન્માન સમારોહ યોજાયો.


ધોરણ- 10 ,ધોરણ -12 ,સ્નાતક, વિશેષ સિદ્ધિ મેળવેલ, મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવેલ તેમજ નવીન નોકરીયાત વર્ગના તમામ વિદ્યાર્થી મિત્રોનો સન્માન સમારોહ યોજાયો .જેમાં 170 થી વધારે વિદ્યાર્થીઓને સન્માન પત્ર તેમજ બેગ ફાઈલ ,પેન,ચોપડા વગેરે આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું. જેમાં ખૂબ મોટા પ્રમાણમાં વાલી મંડળ, વેપારીગણ , પત્રકારશ્રીઓ, શિક્ષક ગણ ,સરપંચો તેમજ મહિલા મંડળ ઉપસ્થિત રહ્યું. તેમાં સંતોમાં દાસબાપુ તેમજ રામદાસ બાપુ સોનથ વાળા હાજર રહ્યા. આમંત્રિત મહેમાનોમાં આપણા વાવ વિસ્તારના ધારાસભ્યશ્રી ગેનીબેન ઠાકોર , અમથુજી ઠાકોર મીઠા, કરશનજી તંત્રી , પીરાજી ઠાકોર બનાસબેંક વા. ચેરમેન ,ડૉ. જગદીશભાઈ ઠાકોર પાલનપુર પણ હાજર રહ્યા. જેમાં ડોક્ટર જગદીશભાઈ ઠાકોર, હિતેશભાઈ મકવાણા અને સવજીભાઈ ઠાકોર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.જેમાં સમગ્ર કાર્યક્રમનું ખૂબ સરસ રીતે સંચાલન અમરતજી મકવાણા ,હિતેશભાઈ મકવાણા અને પ્રતાપજી ઠાકોરે કર્યું.જેમાં શાબ્દિક પ્રવચનમાં સમિતિના સંચાલકશ્રી પ્રતાપજી ઠાકોરે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો જેમાં ઠાકોર સમાજ દ્વારા શિક્ષણના કાર્યો માટે ખૂબ જ બહોળા પ્રમાણમાં દાન ભંડોળ મળેલ છે તેવું જણાવ્યું તેમણે છેલ્લા વર્ષમાં સદારામ શિક્ષણ સમિતિ દ્વારા કરેલ કાર્યોની વિગત પણ ખુબ સરસ રીતે છણાવટ કરી.ગામડે- ગામડે લાઇબ્રેરીઓ બનાવી વિદ્યાર્થીને પુસ્તકો અને એમની જરૂરિયાતોને પ્રોત્સાહન આપી વિદ્યાર્થીઓ વધારે માં વધારે શિક્ષણ તરફ આગળ વધે અને રોજગારી મેળવે એના માટે ખુબ સરસ મજાનું આયોજન થયું. એમની સાથે સાથે ભણવામાં જેમને જે વિદ્યાર્થીઓને અને કન્યાઓને તકલીફ હોય એમને પણ આર્થિક સહાયની જાહેરાત કરી. આવતા દિવાળી વેકેશનમાં કરવાનો થતો સેમિનાર વિશે પણ વાત કરી.
ડૉ. જગદીશ ભાઈ ઠાકોરે વિવિધ દ્રષટાત દ્વારા માર્ગદશન અપાયું.
ધારાસભ્ય દ્વારા કુરિવાજો, વ્યશનમુકત બની શિક્ષણ મેળવવા માટે હાકલ કરી, દીકરીઓ નીડર બની સંસ્કાર સાથે શિક્ષણ મેળવે તે માટે ખૂબ સરસ વાત બેન દ્વારા થઇ.
આમ કાર્યક્રમને અંતે સૌ રાષ્ટ્રગીત ગાઈ છુટા પડ્યા.

---------------------------
અહેવાલ- પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon