શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડ દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/iwd3tcd3xrlumvt4/" left="-10"]

શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડ દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.


બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ

નેત્રંગ તાલુકાના ગામે-ગામ વસવાટ કરતાં પશુપાલકો-દુધ ઉત્પાદકો માટે શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ચાસવડ આશીર્વાદરૂપ છે. શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ની સ્થાપના તા.૩૧/૦૧/૧૯૬૨માં કરવામાં આવી હતી.

ત્યારે ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૩મી જન્મ જયંતી નિમિત્તે શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડ દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પહાર પહેરાવી તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડો. બાબા સાહેબ આંબેડકર અમર રહો અને જય ભીમના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે ડેરીના પ્રમુખ કવિભાઈ વસાવા, કમિટીના સભ્યો, મેનેજર સુરેશ પટેલ, કર્મચારી કલ્પેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]