ચેરિટેબલ ટ્રસ્ટના હિસોબો પર આવકવેરા ખાતું બારીક નજર રાખશે - At This Time

ચેરિટેબલ ટ્રસ્ટના હિસોબો પર આવકવેરા ખાતું બારીક નજર રાખશે


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર જાહેર યુનિવર્સિટીઓ, કૉલેજો તથા હોસ્પિટલ્સ ચલાવતા ટ્રસ્ટો તથા ધાર્મિક ટ્રસ્ટો માટે રોજમેળ, ખાતાવહી, બિલબુક, વાઉચર બુક રાખવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ફરજિયાત બનાવી દીધું છે. તેની સાથે જ દરેક વાઉચર અને બિલની ઓરિજિનલ કોપી સાચવી રાખવી ફરજિયાત કરી દીધી છે. વાઉચર પણ ક્રમવાર બનાવવા પડશે. આમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા ખર્ચ અને લેવામાં આવતા ડોનેશનની રજેરજ માહિતી રજૂ થાય તે માટે કાયદાકીય જોગવાઈને વધુ ચૂસ્ત કરી દેવામાં આવી છે. ટ્રસ્ટે લીધેલા દરેકે દરકે દાનની અલગ અલગ વિગતો સાચવી રાખવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. અગાાઉના સમયમાં હિસાબો રજૂ કરવામાં જે ઉદારતા ચલાવવામાં આવતી હતી તે હવે આવકવેરા ખાતું ચલાવશે નહિ.  આ માટે ૯૪-૨૦૨૨ નંબરનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છ. અગાઉના સમયમાં ચેરિટેબલ ટ્રસ્ટો હિસાબો સરભર થઈ જાય તે રીતે વાઉચર બતાવીને રિટર્ન ફાઈલ કરી દેતા હતા, તે હવે ચાલી શકસે નહિ એમ કાયદાના જાણકાર પ્રમોદ પોપટનું કહેવું છે. ચેરિટેબલ ટ્રસ્ટોએ કરમુક્તિનો લાભ લઈ લીધા પછી તેમની રૃા. ૨.૫૦ લાખ કે તેનાથી વધુ રકમ વધી જાય તો તેવા સંજોગોમાં આવકવેરા ખાતું નક્કી કરી આપે તે પ્રમાણે હિસાબી ચોપડા રાખવાની સૂચના આપતી કલમ ૧૨એ તથા ૧૦(૨૩ સી) દાખલ કરવામાં આવી હતી. આવકવેરા ખાતું નક્કી કરી આપે તે રીતે હિસાબ રાખવાની નક્કી કરવામાં આવ્યું હતું. આ જોગવાઈ હેઠળ ટ્રસ્ટ દ્વારા તેમના મકાનના રિનોવેશન માટે કરવામાં આવેલા તમામ ખર્ચના બિલો અને વાઉચર પણ સાચવીને  રાખવા ફરજિયાત કરવામાં આવ્યા છે. ટ્રસ્ટ દ્વારા કોઈ લોન લેવામાં આવેલી હશે તો તેને લગતી પણ તમામ વિગતો સાચવીને રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમ જ દાનમાં મળેલી રકમના વપરાશની રજેરજ માહિતી આવકવેરા ખાતાને આપવાની જોગવાઈ કરી છે. ચેરિટેબલ ટ્રસ્ટે કરેલા રોકાણોની તમામ વિગતો રાખવી પડશે. આવકનું એકત્રિકરણ કરેલું હશે તો તેનો ઉપયોગ કરતી વખતે તમામ હિસાબો વાઉચર સાથે રાખવાની સૂચના આપી દીધી છે. ટ્રસ્ટના નામની તમામ મિલકતો દર્શાવવાનું પણ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.