સોજા હાઈસ્કૂલના ઉપક્રમે નિવૃત શિક્ષકશ્રીઓનો વિદાય-શુભેચ્છા સમારોહ યોજાયો. - At This Time

સોજા હાઈસ્કૂલના ઉપક્રમે નિવૃત શિક્ષકશ્રીઓનો વિદાય-શુભેચ્છા સમારોહ યોજાયો.


ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા "શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા" ના ઉપક્રમે આજરોજ વય નિવૃત થતાં સારસ્વતશ્રીઓ સર્વેશ્રી ગણપતભાઈ ગોહિલ અને સુરેશભાઈ પટેલનો વિદાય-શુભેચ્છા સમારોહ યોજાયો હતો.
બંને સારસ્વત મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા હતા. ગણપતભાઈ હિન્દી અને ગુજરાતી ભાષાના નિપુણ તજજ્ઞ અને સુરેશભાઈ વાણિજ્ય શાખાના અનુભવી પારંગત રહ્યા છે. શાળા પરિવાર તરફથી બંને સ્નેહીજનોને શ્રીફળ-સાકર-સ્મૃતિ ભેટ થી સન્માનિત કરવામાં આવ્યા હતા એમ એક અખબારી યાદીમાં શાળાના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ જણાવે છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.