ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં સોનપરા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ ભવ્ય ઉજવણી - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં સોનપરા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ ભવ્ય ઉજવણી


તા:13 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં સોનપરા ગામે માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગાઈડલાઈન મુજબ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે સોનપરા કન્યાશાળા અને કુમારશાળા તેમજ સોનપરા ગ્રામ પંચાયત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સોનપરા કુમાર અને કન્યાશાળાના બાળકો શાન,બાન,જાન રાષ્ટ્રધ્વજ તિરંગા હાથમાં લઈને તિરંગા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાનાં સૂત્રોચાર સાથે વંદે માતરમ્ ભારત માતાકી જય હો...... નાં નારા સાથે એક એક ગલિયો ગુંજી ઊઠી હતી જેમાં રાષ્ટ્રપ્રેમનું નિર્માણ કઈ રીતે થાય અને લોકોમાં રાષ્ટ્રપ્રેમનું નિર્માણ કઈ રીતે થાય એ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોનપરા કુમારશાળા અને કન્યાશાળાનાં બાળકો બહોળી સંખ્યામાં જોડાયા હતા

જેમાં સ્કૂલનાં આચાર્ય શિક્ષક સ્ટાફ સોનપરા ગ્રામ પંચાયતનાં હાલનાં સરપંચ ડો.ઉમેશભાઇ વાઢેળ તેમજ તાલુકા પંચાયતના હાલનાં સદસ્ય દિનેશભાઈ વાળા સોનપરા પૂર્વ ગ્રામ પંચાયતનાં સરપંચ વીરાભાઇ ખસિયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કેશુભાઈ બારડ આ તમામ આગેવાનોની હાજરી જોવા મળી હતી આજે ગીર સોમનાથ જિલ્લામાં રાજ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધ્યક્ષશ્રી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા તિરંગા સાથે માર્ચપાસ્ટ યોજાઈ હતી જેમાં વેરાવળ ગીર સોમનાથનાં અનેક આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ જોડાયા હતા અને રાષ્ટ્રધ્વજ સાથે ગલી ગલીમાં રેલી કાઢીને રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રનું નિર્માણ કઈ રીતે થાય એ હેતુથી લોકોને સંદેશો પાઠવ્યો હતો જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોની એકતા પણ જોવા મળી હતી જેમાં આજે ગીર સોમનાથ જિલ્લાનાં ઉના કોડીનાર ગીર ગઢડા સુત્રાપાડા તાલાળા વેરાવળ જેવાં અનેક તાલુકામાં આ તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

ત્યારબાદ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા રેલી કાઢીને અનેક સ્કૂલોમાં અનેક ગ્રામ્ય વિસ્તારોની ગલીઓમાં આ કાર્યક્રમો ઉજવાયા હતા જેમાં રાજકોટમાં દેશભક્તિનાં ઉમંગ સાથે 2 કિલોમીટર લાંબી તિરંગાયાત્રા યોજવામાં આવી હતી ભારત દેશ અખંડ ભારત રહે અને રાષ્ટ્રમાં એકતાનું નિર્માણ ઊભું થાય રાષ્ટ્રપ્રેમ ઉજાગર બને એમનાં હેતુથી આજે આપણો દેશ અમૃતકાળમાં પ્રવેશી રહ્યો હોય તો આ એક તિરંગાયાત્રા દેશભક્તિનો અમૂલ્ય અવસર છે એવું કહીને મુખ્યમંત્રીએ લોકોને સંદેશો પાઠવ્યો હતો જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા રાજ્યના ગૃહ મંત્રી પ્રદેશ ભાજપ પ્રમુખ પણ જોડાયા હતા જેમાં ખંભે ખંભો મિલાવીને દેશની પ્રગતિમાં દરેક નાગરિક સહભાગી બને એવી લોકોને માનનીય મુખ્યમંત્રી દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon