બોગસ સ્પોન્સરશીપનું ભૂત ધુણ્યું, અમદાવાદ ફાયરનાં ત્રણ સ્ટેશન ઓફિસરને નાગપુર ફાયર કોલેજે પરત ધકેલતા હડકંપ - At This Time

બોગસ સ્પોન્સરશીપનું ભૂત ધુણ્યું, અમદાવાદ ફાયરનાં ત્રણ સ્ટેશન ઓફિસરને નાગપુર ફાયર કોલેજે પરત ધકેલતા હડકંપ


અમદાવાદ,શનિવાર, 13 ઓગસ્ટ,2022અમદાવાદ ફાયર વિભાગમાં ફરજ બજાવતા ત્રણ સ્ટેશન ઓફિસર જુલાઈ
મહિનામાં નાગપુર ખાતે આવેલી નેશનલ ફાયર સર્વિસ કોલેજ ખાતે ડીવિઝનલ ફાયર ઓફિસર
તરીકેનો કોર્સ કરવા પહોંચ્યા હતા.જયાં તેઓએે અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી મેળવવા
બોગસ સ્પોન્સરશીપની મદદ લઈ ફાયર વિભાગમાં નોકરી મેળવી હોવાની વિગત બહાર આવતા આ
ત્રણ સ્ટેશન ઓફિસરને નાગપુર કોલેજે લીલા તોરણ સાથે અમદાવાદ પરત મોકલી દેતા અમદાવાદ
ફાયર વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે. ફાયરના બે સ્ટેશન ઓફિસરે પ્રાઈવેટ કંપનીની
અને અન્ય એક સ્ટેશન ઓફિસરે કેન્દ્ર સરકારના સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટની
બોગસ સ્પોન્સરશીપ લઈ જેતે  સમયે અમદાવાદ
ફાયર વિભાગમાં નોકરી મેળવેલ હતી એ બાબત નાગપુર કોલેજના સત્તાધીશો સમક્ષ લેખિતમાં
ફરિયાદ થતા નાગપુર કોલેજે તપાસ બાદ ત્રણ અધિકારીઓને  બોગસ સ્પોન્સરશીપ સાથે ફાયર વિભાગમાં નોકરી
મેળવવા ઉપરાંત પ્રોબેશન પરિયડ ઉપર હોવાના કારણોસર પરત ધકેલી દીધા હતા.મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી અને જનરલ બોર્ડ
દ્વારા ઠરાવ કરી અમદાવાદ ફાયરમાં સ્ટેશન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા સુધીર ગઢવી,સંદીપ પટેલ અને
શુભમ ખડીયાને કેન્દ્ર સરકાર હસ્તકની નાગપુર ખાતે ચાલતી નેશનલ ફાયર સર્વિસ કોલેજ
ખાતે ડીવિઝનલ ફાયર ઓફિસરનો કોર્સ કરવા મોકલ્યા હતા.આ નિર્ણયને પગલે અમદાવાદ ફાયર
વિભાગમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા ફાયરના એક કર્મચારી દ્વારા તેમને આપવામાં
આવેલ આર.ટી.આઈ.અંતર્ગત માહિતીના આધારે કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગથી લઈ
નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર સુધી લેખિતમાં બોગસ સ્પોન્સરશીપના આધારે અમદાવાદ
ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસરથી લઈ અન્ય ઉચ્ચ અધિકારીઓએ નોકરી મેળવી હોવાની રજૂઆત
કરી તપાસ કરવા માંગણી કરી હતી.આ રજૂઆતના આધારે નેશનલ ફાયર સર્વિસ કોલેજ દ્વારા તપાસ કરાતા
અમદાવાદના એક સ્ટેશન ઓફિસરે ફાયર વિભાગમાં નોકરી મેળવવા બિહારની અસ્તિત્વ ના
ધરાવતી કંપનીનું, બીજા એક
સ્ટેશન ઓફિસરે પંડિત દિન દયાળ પોર્ટનું ઉપરાંત અન્ય એકે અમદાવાદ ફાયર વિભાગમાં
નોકરી મેળવવા કેન્દ્ર સરકારના પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટની બોગસ સ્પોન્સરશીપના
સર્ટિફિકેટનો આધાર લીધો હોવાની વિગત ખુલવા પામી હતી.આ વિગત બહાર આવતા તાત્કાલિક
અસરથી આ ત્રણ સ્ટેશન ઓફિસરને અમદાવાદ પરત મોકલી અપાયા છે.પ્રોબેશન પિરીયડ ઉપર હોવાથી ત્રણ સ્ટેશન ઓફિસરને પરત
મોકલાયા-ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરઆ સમગ્ર વિવાદ મામલે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાનો
સંપર્ક કરતા તેમણે આ ત્રણે બોગસ સ્પોન્સરશીપ સાથે ફાયર વિભાગમાં નોકરી મેળવી
હોવાની બાબતનો છેદ ઉડાડતા આ ત્રણ સ્ટેશન ફાયર ઓફિસર પ્રોબેશન પિરીયડ ઉપર હોવાના
કારણસર નેશનલ ફાયર કોલેજે તમામને પરત મોકલ્યા હોવાનું કહયુ છે.ફાયર વિભાગમાં બોગસ સર્ટિફિકેટના આધારે નોકરી મેળવનારાઓની
વિજિલન્સ તપાસની માંગઅમદાવાદ ફાયર વિભાગ એ શહેરીજનોની સલામતી અને સુરક્ષાની
જવાબદારી કરનાર વિભાગ છે.આવા સમયે ફાયર વિભાગમાં વિવિધ કંપનીઓ અને સરકારી વિભાગના
બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે નોકરી મેળવનારા તમામની વિજિલન્સ તપાસ થવી જોઈએ એવી
વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે માંગ કરી છે. બોગસ સ્પોન્સરશીપના આધારે નોકરી મેળવવા મામલે નાગપુર
પોલીસની અમદાવાદમાં તપાસનેશનલ ફાયર સર્વિસ કોલેજ ખાતે એક સમયે નિયામક તરીકે ફરજ
બજાવનારા અધિકારી સામે હાલમાં બોગસ સ્પોન્સરશીપ અને એજન્ટો સાથે મળી જવાના આરોપ
સબબ સી.બી.આઈ.તપાસ ચાલી રહી છે.બીજી તરફ અમદાવાદ ફાયર વિભાગમાં બોગસ સ્પોન્સરશીપ
લેટરના આધારે કેટલાએ નોકરી મેળવી એ મામલે નાગપુર પોલીસ તપાસ કરી રહી છે.અમદાવાદ ફાયરના ઉચ્ચ અધિકારીઓ સુધી તપાસનો રેલોઅમદાવાદ ફાયર વિભાગમાં જે તે સમયે કલોલ અને કપડવંજ
નગરપાલિકાના બોગસ લેટપેડ છપાવવા ઉપરાંત બોગસ સ્પોન્સરશીપના લેટર ઉભા કરી નોકરી
મેળવનારા ઉચ્ચ અધિકારીઓ સુધી પણ તપાસનો રેલો પહોંચતા ફાયરના અધિકારીઓમાં સન્નાટો
છવાઈ ગયો છે.અમદાવાદ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે હાલમાં પણ વિજિલન્સ તપાસ
ચાલતી હોવાનું આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.પાંચ વર્ષ અગાઉ ત્રણ સ્ટેશન ઓફિસરને ફાયર વિભાગમાં નિમણૂંક
અપાઈ હતીનેશનલ ફાયર સર્વિસ કોલેજ દ્વારા અમદાવાદ ફાયર વિભાગના જે
ત્રણ સ્ટેશન ફાયર ઓફિસરને અમદાવાદ પરત મોકલવામાં આવ્યા છે.એ તમામને પાંચ વર્ષ અગાઉ
સ્ટેશન ઓફિસર તરીકે પ્રોબેશન પિરિયડથી નિમણૂંક અપાયા બાદ તેમના પ્રોબેશન પરિયડમાં
વધારો કરાયો હતો.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.