લીમખેડા ખાતે રૂ. ૨૮૫ લાખના ખર્ચે જુના માઇનોર બ્રિજના સ્થાને નવીન હાઈ લેવલ બ્રિજનું નિર્માણ કરાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/inin1ujzmvll17qq/" left="-10"]

લીમખેડા ખાતે રૂ. ૨૮૫ લાખના ખર્ચે જુના માઇનોર બ્રિજના સ્થાને નવીન હાઈ લેવલ બ્રિજનું નિર્માણ કરાશે


લીમખેડા ખાતે રૂ. ૨૮૫ લાખના ખર્ચે જુના માઇનોર બ્રિજના સ્થાને નવીન હાઈ લેવલ બ્રિજનું નિર્માણ કરાશે

દાહોદ જિલ્લામાં છેલ્લા ૮ વર્ષમાં રૂ.૧૫૩૬. ૪૬ કરોડના ૧૭૬૧ રસ્તાઓના કામ પૂર્ણ
……….
વિધાનસભા ખાતે માર્ગ અને મકાન વિભાગનો હવાલો ધરાવતા રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, છેલ્લા ૮ વર્ષમાં રૂપિયા ૧૫૩૬. ૪૬ કરોડના ખર્ચે ૧૭૬૧ રસ્તાના કામો પૂર્ણ કરાયા છે.

લીમખેડા જુના માઇનોર બ્રિજના સ્થાને નવા હાઈલેવલ માઇનોર બ્રીજ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ કહ્યું કે, લીમખેડા-ઉમરીયા-ધાનપુર-કંજેટા અપટુ બાઉન્ડ્રી સુધી નવીન બ્રીજનું નિર્માણ કરાશે આ માટે રૂ.૨૮૫ લાખની ફાળવણી કરાઈ છે.

મંત્રી શ્રીએ ઉમેર્યું કે, રાજ્યના નાગરિકોને સુખ સુવિધા વધુને વધુ સારી રીતે પૂરી પાડવા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અમારી સરકારે તમામે તમામ જિલ્લાઓમાં રસ્તાના કામો મંજુર કરવા તથા મરામત માટે પ્રાધાન્ય આપીને સમયબધ્ધ આયોજન કર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]