પવિત્ર શ્રાવણ માસમાં ચાણોદથી નીકળેલી કાવડ યાત્રા વડોદરા પહોંચી, નવનાથ મંદિરની પ્રદક્ષિણા ફરશે - At This Time

પવિત્ર શ્રાવણ માસમાં ચાણોદથી નીકળેલી કાવડ યાત્રા વડોદરા પહોંચી, નવનાથ મંદિરની પ્રદક્ષિણા ફરશે


વડોદરા, તા. 01 ઓગસ્ટ 2022 સોમવારવડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલ બ્રહ્મા લાલ મહાદેવ મંદિર ખાતે ચાણોદ થી આવી પહોંચેલી કાવડયાત્રાએ માં નર્મદાના નીરથી મહાદેવનો અભિષેક કર્યો હતો.કાવડયાત્રામાં કાવડિયાઓ વડોદરા આસપાસ આવેલી પવિત્ર નદીઓમાંથી જળ લાવે છે. અને વડોદરામાં આવેલા નાથ પરંપરાના નવ મંદિરો સિધ્ધનાથ, રામનાથ, ઠેકરનાથ, મોટનાથ, કામનાથ, ભીમનાથ, કાશિવિશ્વેશ્વર, કોટનાથ અને જાગનાથ મંદિરોમાં શિવલિંગ પર આ પવિત્ર જળથી જળાભિષેક કરે છે. ત્યારે ચાણોદ થી કાવડયાત્રાનું ગ્રુપ વડોદરા આવી પહોંચ્યું હતું. અને આજવા રોડ સ્થિત જય અંબે નગર ખાતેના શ્રી બ્રહ્માલાલ મહાદેવ મંદિર ખાતે માં નર્મદાના નીરથી શિવજીનો અભિષેક કર્યો હતો. કહેવાય છે કે, માં નર્મદાના નીરથી અભિષેક કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને અનેક પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.