ઉપલેટાના મોટી પાનેલી ગામમાં તસ્કરોનો મોટો આતંક: ગ્રામ પંચાયતના કેબલની ત્રીજી વાર ચોરી - At This Time

ઉપલેટાના મોટી પાનેલી ગામમાં તસ્કરોનો મોટો આતંક: ગ્રામ પંચાયતના કેબલની ત્રીજી વાર ચોરી


તસ્કરોના તરખાટથી ભર ચોમાસે ગ્રામજનો પાણીથી વંચિત: ઉપસરપંચ જતીન ભાલોડીયા

(આશિષ લાલકીયા દ્વ્રારા)
ઉપલેટા તા. ૦૧ ઓગસ્ટ ૨૦૨૨, ઉપલેટા તાલુકાના તેર હજારની વસ્તી ધરાવતા મોટી પાનેલી ગામમાં તસ્કરો બેફામ બની ગયા છે. તસ્કરો સતત ત્રીજી વાર મોટી પાનેલી ગામને પીવાનું પાણી પુરૂ પાડતા સંપના કેબલની ચોરી ગયા છે જેમાં શનિવાર રાત્રીના તસ્કરોએ ફુલઝર ડેમ સાઈટ ઉપરથી અંદાજે આઠસો ફૂટ જેવા કેબલની ચોરી કરી જતા ગામને પાણી પુરૂ પાડતા બન્ને કુવામા પાણી ઠાલવી ના શકાતા ભર ચોમાસે ગ્રામજનો પાણીથી વંચિત રહેશે.

અહિયાં ફરી પાછો નવો કેબલ ફિટ થાય ત્યાં સુધી ગ્રામજનો પાણી વિના વલખા મારશે ત્યારે નવાઈની વાત એ છે કે તસ્કરોને જાણે છૂટો દોર હોય તેમ ઉપરા ઉપર ત્રીજી વાર આ કેબલની ચોરી કરી ગયા છે. પ્રથમ વખત ચારસો ફૂટ બીજી વારમાં પંદરસો ફૂટ જેવો અને ત્રીજી વાર આઠસો ફૂટ કેબલ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે ત્યારે ગ્રામ પંચાયત તરફથી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ ચોરીના બનાવમાં પોલીસ ફરિયાદ મુજબ ૬ એમ.એમ. નો ૨૧૦૦ ફૂટનો વાયર આશરે ૪૫૦૦૦ હજારના મુદા માલની ચોરી થયેલ હોવાનું સામે આવ્યું છે.

તસ્કરોએ કરેલ પ્રથમ બે ચોરી બાબતે હજુ કોઈ પોલીસ હાથમાં આવી શક્યું નથી ત્યાં ફરી કેબલ ચોરી થતા ગ્રામજનોને વગર વાંકે પાણી માટે વલખા મરવા પડશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તસ્કર રાજને લીધે સમસ્યા સર્જાઈ હોય ત્યારે આ બાબતે ગ્રામજનોમાં રોસ જોવા મળેલ છે ત્યારે આ અંગે ગ્રામ પંચાયત સરપંચ શારદાબેન ચંદુભાઈ જાદવ દ્વારા પોલીસ ફરિયાદ કરી તસ્કરોને વહેલીતકે ગિરફ્તાર કરી પંચાયતનો મુદામાલ પરત મળે અને લોકોને રાહત મળે તેવું કરવા ભારપૂર્વક જણાવેલ ત્યારે જોવાનું એ રહ્યું કે સતત ત્રણ બખત ચોરી થયેલ તસ્કરો પકડવા માટે પોલીસ કેટલી કારગર સાબિત થાય છે તે તો કાર્યવાહી થયા બાદ જ ખ્યાલ આવશે. આ બનાવ બાદ હાલ તો લોકોને પાણીની સમસ્યા ભોગવવાનો વારો આવ્યો છે તેવું ઉપસરપંચ જાતિન ભાલોડીયાએ જણાવ્યું છે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. ૯૦૧૬૨૦૧૧૨૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon