1 ઓગસ્ટથી બદલાઈ રહ્યાં છે આ નિયમો : જાણો તમને શું અસર થશે ? - At This Time

1 ઓગસ્ટથી બદલાઈ રહ્યાં છે આ નિયમો : જાણો તમને શું અસર થશે ?


- ઓગસ્ટ મહિનામાં ગેસની કિંમત, બેકિંગ સિસ્ટમ, ITR, પીએમ કિસાન સમ્માન નિધિ, પીએમ પાક વીમા યોજનાના નિયમોમાં ફેરફારો થશેનવી દિલ્હી, તા. 30 જુલાઈ 2022, શનિવારજુલાઈ મહીનો હવે લગભગ સમાપ્ત થવાનો છે. એક દિવસ બાદ ઓગસ્ટ મહિનો શરૂ થઈ જશે. દરેક મહિનાની જેમ આ મહીનાથી કેટલાક મહત્વના પરિવર્તનો થવા જઈ રહ્યા છે. આ પરિવર્તનો એવા છે જે સીધા તમારા ખિસ્સા ઉપર અસર કરશે. આ પરિવર્તનોમાં ગેસની કિંમત, બેકિંગ સિસ્ટમ, ITR, પીએમ કિસાન સમ્માન નિધિ, પીએમ પાક વીમો યોજનામાં થનારા અપડેટ સામેલ છે. તો આવીએ જાણીએ 1 ઓગસ્ટથી ક્યા-ક્યા નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે. 1. Bank Of Barodaએ બદલ્યો ચેક દ્વારા પેમેન્ટનો નિયમબેન્ક ઓફ બરોડાએ 1 ઓગસ્ટના રોજ ચેક દ્વારા પેમેન્ટ કરવાના નિયમ બદલાઈ જશે. RBIએ બેન્ક ઓફ બરોડાને ગાઈડલાઈન આપી હતી. તેના અનુસાર 5 લાખ રૂપિયા કે તેનાથી વધુ રકમના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. તેની અંતર્ગત બેન્કને ચેક સાથે જોડાયેલી જાણકારી SMS, નેટ બેન્કિંગ અથવા મોબાઈલ એપથી આપવાની હોય છે.2 PM Kisan યોજના માટે KYCના નિયમ બદલાશેPM Kisan Samman Nidhi યોજનાની KYC માટે પણ તમને 31 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ખેડૂતો 1 ઓગસ્ટથી KYC નહી કરી શકે. ખેડૂતો પોતાના નજીકના કોમન સર્વિસ સેક્ટરની મુલાકાત લઈને પણ પોતાની ekyc કરાવી શકે છે. આ સિવાય ઘરે બેઠા ઓનલાઈન પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન ekyc કરાવી શકે છે. તમને જણાવી દઈએ કે, ખેડૂતોની સુવિધા માટે કેન્દ્ર સરકાર દ્વારા ekycની છેલ્લી તારીખ લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તેની છેલ્લી તારીખને લંબાવીને 31 જુલાઈ કરવામાં આવી હતી. આ અગાઉ ekyc કરાવવાની છેલ્લી તારીખ 31 મે હતી.3 પ્રધાનમંત્રી પાક વીમા યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશેપ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ લેવા માટે તમારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં તમારા પાકનો વીમો કરાવવો પડશે. તેનું રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ તારીખ પછી રજિસ્ટ્રેશન નહીં થાય અને તમે આ યોજનાથી વંચિત રહી શકો છો. તમને જણાવી દઈએ કે આ રજિસ્ટ્રેશન ઓનલાઈન અથવા ઓફલાઈન કરી શકાય છે.4 LPGની કિંમતોમાં ફેરફાર થઈ શકેદરેક મહિનાની 1 તારીખે LPGની કિંમતમાં ફેરફાર જોવા મળે છે ત્યારે આવી સ્થિતિમાં 1 ઓગસ્ટના રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર નોંધાવાની શક્યતા છે. કંપનીઓ આ વખતે ડોમેસ્ટિક અને કમર્શિયલ બન્ને રીતે ગેસ સિલેન્ડરની કિંમતમાં ફેરફાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે, અગાઉ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તા થયા હતા અને ડોમોસ્ટિક ગેસ સિલિન્ડરોની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 5. 1 ઓગસ્ટથી ભરવો પડશે દંડતમને જણાવી દઈએ કે જો તમે હજુ સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યું તો 31 જુલાઈ પહેલા કરાવી દો નહીંતર 1 ઓગસ્ટથી તમારે દંડ ભરવો પડશે. 31 જુલાઈ બાદ ITR ફાઈલ કરવા બદલ લેટ ફી આપવી પડશે. જો આવકવેરાદાતાની કર યોગ્ય કરમ 5 લાખ રૂપિયા સુધી અથવા તેનાથી ઓછી છે તો તેને 1 હજાર રૂપિયા લેટ ફી તરીકે ચૂકવવા પડશે. જો ટેક્સપેયરની ટેક્સેબલ આવક 5 લાખ રૂપિયાથી વધુ છે તો તેને 5 હજાર રૂપિયા લેટ ફી આપવી પડશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.