બોટાદ જિલ્લામાં જાન્યુઆરી, 2022થી જુન, 2022 સુધીમાં અભયમ્ની ટીમને કુલ 1157 કોલ મળી ચુક્યા - At This Time

બોટાદ જિલ્લામાં જાન્યુઆરી, 2022થી જુન, 2022 સુધીમાં અભયમ્ની ટીમને કુલ 1157 કોલ મળી ચુક્યા


બોટાદ જિલ્લામાં જાન્યુઆરી, 2022થી જુન, 2022 સુધીમાં અભયમ્ની ટીમને કુલ 1157 કોલ મળી ચુક્યા

બોટાદ જિલ્લામાં ટીમ અભયમ્ મુશ્કેલીના સમયે બહેનોની મદદ માટે હંમેશા ખડેપગે છે. 181ની ટીમે અનેક મહિલાઓને મુશ્કેલીમાંથી ઉગારીને સુરક્ષિત કરી છે.બોટાદ જિલ્લામાં સતત કાર્યરત 181 અભયમ હેલ્પલાઇનથી અત્યાર સુધીમાં કુલ 11,163થી વધુ બહેનોને સલાહ, સુચન, માર્ગદર્શન મળ્યું છે. જ્યારે કાઉન્સિલરોની ટીમે 2,934 મહિલાઓને સ્થળ પર જઈને જરૂરી મદદ પુરી પાડી છે.

બોટાદ જિલ્લાની અભયમ્ હેલ્પલાઇનની ટીમે સમયસર પીડિત મહિલાઓ સુધી પહોંચીને સાચા અર્થમાં સુરક્ષાકવચ પ્રદાન કર્યું છે. ચાલુ વર્ષના આંકડા પર નજર કરીએ તો જાન્યુઆરી,2022થી જુન, 2022 સુધીમાં અભયમ્ વ્હેલ્પલાઈનની ટીમને કુલ 1,157 કોલ મળી ચુક્યા છે. જેમાંથી કુલ 233 મહિલાઓને તો ટીમ દ્વારા સ્થળ પર જ મદદ મળી ચુકી છે.233માંથી 108 કેસનું અભિયમ્ હેલ્પલાઈનની ટીમે સમાધાન કરાવ્યું છે. જ્યારે બાકીના કેસને લોન્ગ કાઉન્સેલીંગ, પોલીસ કેસ, સખી વન સ્ટોપ સેંટર મારફતે આગળ વધારવામાં આવ્યા છે. બોટાદ જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ અને યુવતીઓમાં સુરક્ષા, સલામતી અને કાયદાકીય બાબતો અંગે જાગૃતિ આવે તે માટે અભયમ્ હેલ્પલાઈનની ટીમ સતત કાર્યરત છે.

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.