કિસાન માધ્યમિક શાળા ખાતે શિક્ષણ મંત્રીની ઉપસ્થિતમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો - At This Time

કિસાન માધ્યમિક શાળા ખાતે શિક્ષણ મંત્રીની ઉપસ્થિતમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો


મહીસાગર જિલ્લામાં કિસાન માધ્યમિક શાળા ખાતે આદિજાતિ વિકાસ,પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓ ચિંતા વગર પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના પ્રયાસ છે.કોઈ પણ વિદ્યાર્થી ટેન્શન મુક્ત બની પરીક્ષા આપે અને આગળ વધે તેવી શુભકામનાઓ મંત્રીએ આપી
કિસાન માધ્યમિક શાળા ખાતે કેબિનેટ મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડીંડોર અને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રધાનમંત્રીનું દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમ ખાતેથી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતુંઆ પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ,કલેક્ટર ભાવિન પંડ્યા,જિલ્લા વિકાસ અધિકારી કે ડી લાખાણી,નગરપાલિકા પ્રમુખ,શાળાના આચાર્ય,શિક્ષકો સહિત મોટી સંખ્યામાં શાળામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.