જુના સુરજ દેવળ મંદિર પાસે ખનિજ ખોદકામ પર દરોડો ૮૦ લાખ નો મુદ્દામાલ જપ્ત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ilqhz8ahswk5mguz/" left="-10"]

જુના સુરજ દેવળ મંદિર પાસે ખનિજ ખોદકામ પર દરોડો ૮૦ લાખ નો મુદ્દામાલ જપ્ત


*જુના સુરજ દેવળ મંદિર પાસે ખનિજ ખોદકામ ગેરકાયદે ઝડપાયું*

થાનગઢ પાસે સોનગઢ ખાતે આવેલા પુરાતત્વ વિભાગ હેઠળ આરક્ષિત સ્મારક જુના સુરજ દેવળ મંદિર પાસે ખનિજ ખોદકામ થ‌ઈ રહ્યું છે તેની અનેક ફરીયાદો ઉઠી હતી ત્યારે જુના સુરજ દેવળ મંદિર ને મોટું નુક્સાન પહોંચાડી રહેલ ભૂમાફિયા ઓ ઉપર રેડ કરવામાં આવી હતી જેમાં ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર દ્વારા થાનગઢ પોલીસ ને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો આકસ્મિક તપાસ માં જુના સુરજ દેવળ મંદિર સામે જ ખોદકામ કરતાં હિટાચી મશીન અને એક ભરેલાં ડમ્પર ને ઝડપી પાડવામાં સફળતા મળી હતી અને આશરે ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી થાનગઢ તાલુકા પોલીસ મથકે પહોંચતાં કરેલ હોય જુના સુરજ દેવળ મંદિર બચાવો અભિયાન અંતર્ગત અનેક રજૂઆતો કરવામાં આવી હતી તેમછતાં ખનીજ ખોદકામ કરતાં તત્વો રાત દિવસ ખનન કાર્યવાહી ધમધમતી હોય ત્યારે આ દરોડામાં અનેક રાજકીય આગેવાનો નામ જાહેર થાય તેમ હોય તેમ લોકચર્ચા થ‌ઈ રહી છે ખાણ ખનીજ વિભાગ દ્વારા તાજા ખાણ ખોદકામ ફોટોગ્રાફી સાથે જી.પી.એસ.સીસ્ટમ થી કાર્યવાહી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જુના સુરજ દેવળ મંદિર આસપાસ ખનીજ ખોદકામ થ‌ઈ રહ્યું છે અને પુરાતત્વ વિભાગ નાં કાયદાકીય દાયરામાં ૫૦૦ મીટર ની અંદર ખોદકામ ચાલુ છે આ અગાઉ પુરાતત્વ વિભાગ દ્વારા પણ દરોડા પાડયા હતા તેમાં પણ ખનીજ ખોદકામ ઝડપાયું હતું ત્યારે ફરી દરોડા માં પણ ખનીજ ખોદકામ ઝડપાતાં ચકચાર મચી જવા પામી છે ખાણ ખનીજ અધિકારી ઓ દ્વારા કાયમ બિનવારસી મુદામાલ કબ્જે કરવામાં આવે છે ત્યારે આ દરોડામાં નામ જાહેર થાય અને તેમાં અનેક મોટામાથાઓ રાજકીય આગેવાનો સંડોવાયેલા હોય અને તેઓ ની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેમ ગામજનો એ જણાવ્યું હતું

*રામકુભાઈ કરપડા મુળી*
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]