ઉપલેટા ટાઉનહોલ ખાતે શ્રી દિન દયાળ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. ઉપલેટાની દ્વિતીય સાધારણ સભા યજાઈ: ૧૮ માસમાં કુલ ૨૧૦૦ થી વધુ સભાસદ બન્યા - At This Time

ઉપલેટા ટાઉનહોલ ખાતે શ્રી દિન દયાળ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. ઉપલેટાની દ્વિતીય સાધારણ સભા યજાઈ: ૧૮ માસમાં કુલ ૨૧૦૦ થી વધુ સભાસદ બન્યા


૯૬ લાખની એફ.ડી. છે તેમની સામે ૯૦ લાખનું ધિરાણ કરવામાં આવેલ હોવાનું જણાવ્યું

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૦૩ જુલાઈ ૨૦૨૩, ઉપલેટાના શહેરના શ્રી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે શ્રી દિન દયાળ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. ઉપલેટાની દ્વિતીય સાધારણ સભા બોલાવવામાં આવેલ હતી જેમાં ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રરહ્યા હતા. આ સાધારણ સભાની શરૂઆત રાષ્ટ્ર ગીત તથા પરંપરાગત રીતે દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી જે બાદ સ્વાગત પ્રવચન સંસ્થાના વાઈસ ચેરમેન પરાગભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યુ હતું અને ત્યારબાદ સભાની કામગીરી ચેરમેન એવા પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા દ્વારા કરવામાં આવી હતી જેમાં કુલ નવ જેટલા એજન્ડા પર દરખાસ્ત મુકવામાં આવેલ હતી અને સાથે સંસ્થાના કાર્યક્ષેત્ર વધારવાની, ધિરાણ માટે ત્રણ દરખાસ્ત, શેર ભંડોળ વધારવા સહિતની નવ દરખાસ્તને ટેકા સાથે બહાલી આપવામાં આવી હતી.

મંડળીના ચેરમેન દ્વારા મંડળીના હિસાબ રજુ થયા હતા અને તેને બહાલી આપી હતી ત્યાર બાદ હાલની મંડળીની સ્થિતી પર ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું કે ૯૬ લાખની એફ.ડી. છે તેમની સામે ૯૦ લાખનું ધિરાણ કરવામાં આવેલ છે જે ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીના છે. આ સાથે મંડળીમાં ૩૮૦ થી વધુ લોન અરજી આવેલ તેમાંથી યોગ્ય માપદંડ સાથે સધ્ધરતા ચકાસી ૩૩૮ લોન ધારકની અરજી મંજુર કરવામાં આવેલ છે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

ખુબ જ ટૂંકા સમયમાં એટલે કે ૧૮ માસમાં કુલ ૨૧૦૦ થી વધુ સભાસદ શ્રી દિન દયાળ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. માં બની ચુક્યા છે અને આગામી દિવસમાં જો ઉપલેટા શહેરમાંથી ઉપલેટા તાલુકાનું કાર્યક્ષેત્ર થઈ જશે તો આ સોસાયટી ટુંક સમયમાં વધુ શેર હોલ્ડર ધરાવતી મંડળી બની જશે તેમાં શંકા નથી તેમ વાઈસ ચેરમેન પરાગભાઈ શાહ એ જણાવેલ હતું. આ સાથે તેમણે તેમની વાતમાં જણાવ્યું હતું કે, નાના અરજદારના વ્યવસાય સ્થાયી થાય તે માટે ખુબજ સરળતાથી લોન આપીએ છીએ. જેમને કમાવવાનું સાધન આ દ્વારા મળવાથી તેમના આનંદમાં અમો આનંદીત થઈએ છીએ.

આ તકે વિશેષ આમંત્રીત ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા, કેશવ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીના ફાઉન્ડર ચેરમેન વિનોદભાઈ બરોચિયા, શ્રી પિપલ્સ ક્રેડીટ કોઓપરેટીવ સોસાયટીના ચેરમેન અને માજી ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, નગર શેઠ અમિતભાઈ શેઠ, ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફીસર આર.સી.દવે દ્વારા એક કદમ સહકાર ક્ષેત્ર તરફ વિષય પર વકતવ્ય આપવામાં આવેલ અને સંસ્થાની પ્રગતીમાટે શુભેચ્છા પાઠવામાં આવેલ. મંડળીના ચેરમેન પ્રવિણભાઈ માકડીયા દ્વારા નિષ્ઠાવાન કર્મચારી અને પાયાના પથ્થર સમા મેનેજર અવની માકડીયા, સિનીયર ક્લાર્ક મરીયમ શેખ, રિક્વરી ઓફીસર રાજેશભાઈ શિશાંગીયાનું સિલ્વર કોઈન દ્વારા સન્માનીત કરવામાં આવેલ આ સાથે સંસ્થાના શુભેચ્છકોને મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવેલ છે જેમાં કુલ ૩૩ લોકોનું અભિવાદન સોસાયટી દ્વારા કરવામાં આવેલ હતું.

આ તકે સોસાયટીના ડીરેકટર પ્રફુલભાઈ ઘીયા, ડી.ડી. જ્વેલર્સ વાળા દેવેનભાઈ ધોળકીયા, રવજીભાઈ ગજેરા, ડો. ઉદયભાઈ પંડયા, શ્રીમતિ પારૂલબેન ખાંટ, ચંદુભાઈ મીભા, વલ્લભભાઈ માકડીયા, શાંતિલાલ રાઠોડની હાજરી હતી જેમાં આ તકે વિશેષ ઉપસ્થિત મહેમાનો, શેર હોલ્ડરો તેમજ પત્રકાર મિત્રોનો આભાર ડીરેકટર રવજીભાઈ ગજેરા દ્વારા કરવામાં આવ્યુ અને અંતમાં ભોજન લઈ છુટા પડયા હતા.

તસ્વિર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.