રોહીકાચોકડી પાસેથી અમદાવાદગ્રામ્ય SOG ની ટીમે 45 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો - At This Time

રોહીકાચોકડી પાસેથી અમદાવાદગ્રામ્ય SOG ની ટીમે 45 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો


બાવળા બગોદરા રોડ પર આવેલ રોહિકાચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો અમદાવાદ ગ્રામ્ય SOG ની ટીમે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી સદંતર ડામવા હાથ ધરાયેલ કામગીરી અનુસંધાને પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવતા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના એસ.ઓ.જી શાખાના પો.ઈન્સ. એન.એચ. સવસેટા એ પોતાના માણસોને સુચના કરતા સ્ટાફમાં હેડ કોન્સ્ટેબલ અજીતદાન ગઢવી અને હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ રાઠોડને ખાનગી રાહે બાતમી મળેલ કે ટ્રક નંબર GJ. 01. CY.5929 માં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો વિપુલ જથ્થો ભરી સૌરાષ્ટ્રમાં જવાનો છે જે હકીકતના આધારે બગોદરા ધોળકા રોડ પર આવેલી રોહીકા ચોકડી ખાતે એસ.ઓ.જી ના માણસો સહિત NHરાવસેટા પોતે વોચમાં હતા ત્યારે બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ ની જુદાજુદા બ્રાન્ડની કુલ 861 પેટી દારૂ જપ્ત કરી સાથે ડ્રાઇવર કલેન્ડરને ઝડપી પાડ્યા હતા
પકડાયેલ આરોપી
1)હનુમાનરામ મોબતરામ દદોરા (જાટ )ઉંમર 24
રહે પિરૂકતા તાલુકો છેડવા જીલ્લો બાડમેર રાજસ્થાન
2) રામચંદ્ર કિષ્નારામ જાખર (જાટ ) ઉંમર વર્ષ 20 રહેવાસી બાદા તાલુકો છેવાડા જીલ્લોબાડમેરરાજસ્થાનવોન્ટેડ
૩)સુનિલભાઈ તથા
૪) સુનિલનો ભાઈ રહેવાસી બંને રાજસ્થાન

પકડાયેલ મુદ્દામાલ
1) ભારતીય બનાવટ નો વિદેશી દારૂ પેટી નંગ 861 કિમત રૂ.4562130
2)ટ્રક નંબર GJ-1-CY - 5929 કિમત રૂ.500000
3) અંગજડતીથી મળેલ રૂપિયા 3450
4)મોબાઈલ નં-1કિમત રૂ.1000
કુલ રૂપિયા 5066,580
ના મુદામાલ સાથે બે ઇસમને બગોદરા પોલીસ તે સોપી ગુનો દાખલ કરાવેલ છે.

રીપોર્ટ : મૂકેશ ઘલાવાણીયા બાવળા ધોળકા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.