પીપાવાવ મરીન પો.સ્ટે વિસ્તારના સમઢિયાળા-૧ ગામે ઢોરાવાળા હનુમાનદાદાની મુર્તિને કુહાડીના ઘા મારી ધર્મનું અપમાન કરવાના ઇરાદે ધર્મ સ્થાનને હાની કરનાર ઇસમને ગણતરીના કલાકોમા પકડી પાડતી પીપાવાવ મરીન પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ie2agddl6pwytzjh/" left="-10"]

પીપાવાવ મરીન પો.સ્ટે વિસ્તારના સમઢિયાળા-૧ ગામે ઢોરાવાળા હનુમાનદાદાની મુર્તિને કુહાડીના ઘા મારી ધર્મનું અપમાન કરવાના ઇરાદે ધર્મ સ્થાનને હાની કરનાર ઇસમને ગણતરીના કલાકોમા પકડી પાડતી પીપાવાવ મરીન પોલીસ


ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જનાઓ તથા અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં ગંભીર ગુન્હાઓમાં તથા ધર્મ તથા આસ્થાના બનાવોમાં તાત્કાલીક આરોપી પકડવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા નાઓના માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ પો.સબ.ઇન્સ.એ.આર.છોવાળા મરીન પીપાવાવ પો.સ્ટે.નાઓએ તથા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્રારા ફરીયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડવામાં આવેલ છે.આ બનાવની હકિકત એવી છે કે, આ કામના આરોપીએ.સમઢીયાળા-૧ ગામે મહુવા જવાના કેડે ઢોરાવાળા વિસ્તારમાં આવેલ રાણાભાઇ માધાભાઇ બાંભણીયાના માલીકીના ખેતરમા ગેરકાયદેસર પ્રવેશ કરી, ઢોરાવાળા હનુમાન દાદાની મુર્તી ઉપર કુહાડીના ઘા મારી ધર્મનું અપમાન કરવાનાં ઇરાદે મુર્તી ખંડીત કરી, ધર્મ સ્થાનને હાની કરી, મ્હે,અધિક જીલ્લા મેજી.સા, અમરેલી નાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જે અંગેની વિ.વારની ફરીયાદ લઇ મરીન પીપાવાવ પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૩૦૪૫૨૩૦૨૬૦/૨૦૨૩ .PC કલમ- ૨૯૫, ૪૪૭ .P.ACT કલમ-૧૩૫ મુજબ તાત્કાલીક ગુન્હો રજી.કરી ગુન્હાની ગંભીરતા સમજી ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છેપકડાયેલ આરોપી- ભુરાભાઇ બધાભાઇ ગુજરીયા ઉ.વ.૨૬ ધંધો. ખેતી મજુરી રહે.સમઢીયાળા-૧ તા.રાજુલાપીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એ.આર.છોવાળા તથાએ.એસ.આઇ.એચ.એલ.રાઠોડ તથા મનસુખભાઇ.કે મકવાણા તથા હેડ કોન્સ વિક્રમભાઇ,જી.ડાભી તથા પ્રવિણસિંહ એસ.બારીઆ તથા પો.કોન્સ.ચંપુભાઇ.કે.પોપટ તથા રામભાઇ. વી મેપાળ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]