ભગવતી પરામાં પાર્ક કરેલ ઇકકો કારની ઉઠાંતરી કરતા અજાણ્યા તસ્કરો - At This Time

ભગવતી પરામાં પાર્ક કરેલ ઇકકો કારની ઉઠાંતરી કરતા અજાણ્યા તસ્કરો


ભગવતીપરામાંથી પાર્ક કરેલ ઇકકો કારની કોઇ અજાણ્યા શખ્સો ઉઠાંતરી કરી ગયાની બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદી મુસ્તાકભાઇ કમાલભાઇ પઠાણ (રહે. ભગવતીપરા, બદ્રી પાર્ક, કેશવ વિલાની બાજુમાં) જણાવ્યું હતું કે, હું ડ્રાઇવીંગ કામ કરુ છું ગઇ તા.1ના હું રાત્રીના મારી ઇકકો કાર લઇ ઘરે આવ્યો હતો અને ઘર પાસે પાર્ક કરી હતી.
બીજા દીવસે સવારે તપાસ કરતા ઇકકો કાર જોવા મળેલ ન હતી અને આજુ બાજુ તપાસ કરી હતી જે બાદ પણ પતો ન લાગતા કોઇ અજાણ્યો શખ્સો ઇકકો કાર ચોરી ગયાની ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદના આધારે બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. કે.કે. નિકોલાએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.