સતલાસણા તાલુકાના વજાપુર ગામેથી થી ચાઈનીઝ દોરી સાથે એક ઇસમ ને ઝડપી લેતી સતલાસણા પોલીસ. - At This Time

સતલાસણા તાલુકાના વજાપુર ગામેથી થી ચાઈનીઝ દોરી સાથે એક ઇસમ ને ઝડપી લેતી સતલાસણા પોલીસ.


સતલાસણા તાલુકાના વજાપુર ગામેથી થી ચાઈનીઝ દોરી સાથે એક ઇસમ ને ઝડપી લેતી સતલાસણા પોલીસ.

ઉતરાયણના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ પતંગ રસીકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક પતંગ દોરી નાં વિક્રેતાઓ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ નાં જાહેર નામાનો ભંગ કરી પ્રતિબંધીત ચાઈનીઝ દોરી નુ વેચાણ કરતાં હોવાની બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા દ્વારા મેજિસ્ટ્રેટ નાં જાહેરનામાં નો મેહસાણા શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચુસ્ત પણે અમલ કરાવવા તમામ પોલીસ મથકોને કડક સુચનાઓ આપવામાં આવી હોય જેને ધ્યાનમાં રાખીને સતલાસણા પીએસઆઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે તહોદાર. શૈલેષજી દલપુજી સોવનજી ઠાકોર રહે-વજાપુર ડેરીપાસે ઠાકોરવાસ તા.સતલાસણા જી.મહેસાણા વાળાના કબજા ભોગવટાના પલ્સર મો.સા નંબર- GJ-02-DQ-3041 માં ભરાવેલ થેલીમાંથી મોનો સ્કાય માર્કાની લખાણ લખેલ ચાઇનીઝ દોરીના રીલ નંગ.-૨૦ કિ.રૂ.૫૦૦૦/- ની ગણાય તેમજ પલ્સર મો.સા કિ.રૂ- ૨૫૦૦૦ /-મળી કુલ કિ.રૂ-૩૦,૦૦૦/- નો મુદામાલ સાથે પકડાઇ જઇ જીલ્લા મેજી. શ્રી, મહેસાણા નાઓના જાહેરાનામા નંબર. પીઓએલ /વશી /૨૧૮૧/૨૦૨૨, તા.૧૭/૧૨/૨૦૨૨ નો ભંગ કરેલ હોઇ જે આધારે તહોદાર વિરૂધ્ધમાં ઇ.પી.કો. કલમ ૧૮૮ તથા જી.પી.એકટ કલમ ૧૩૧ મુજબનો ગુનો રજી. કરી આગળ ની કાયૅવાહી હાથ ધરેલ છે.

રાજેશ સુથાર

સતલાસણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.