શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી - At This Time

શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી


શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી

પ્રાંત અધિકારી પ્રશાંત મંગુડા સર ,આર.એફ.ઓ. વિક્રાંતસિંહ પી. જાડેજા અને પી.આઇ. નિરવ શાહસરની ઉપસ્થિતી

શ્રી વી. ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી તેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો.આ કાયૅક્રમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના આર.એફ.ઓ. વિક્રાંતસિંહ પી.જાડેજાના માગૅદશૅન આયોજીત થયો હતો.આ કાયૅક્રમની શરૂઆત શાળામાં પટ્ટાગણમાં સરસ્વતી પૂજનથી કરી હતી જેમાં ડેપ્યુટી કલેકટર પ્રશાંત મંગુડાસર હાજર રહી શાળાના વિધાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા.પોતાની સરળ શૈલીમાં સિંહ વિશેની બાબતોથી માહિતગાર કર્યા હતા.વિસાવદરમાં કાયદો અને વ્યવસ્થાની શ્રેષ્ઠ કામગીરીથી લોકોમાં પ્રશંસનીય પી.આઇ. નિરવ શાહે કાયૅક્રમને ખૂબ વખાણ્યો હતો, વનવિભાગના કમૅચારીઓના સહયોગથી યોજાયેલા આ કાયૅક્રમમાં વિક્રાંતસિંહ પી. જાડેજાએ સિંહ દિવસની ઉજવણીનો હેતુ સમજાવ્યો હતો.
ઉપસ્થિત અધિકારીઓના હસ્તે સિંહ દિવસના અનુસંધાને યોજાયેલી વિવિધ સ્પર્ધામાં વિધાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.તેમજ
વનવિભાગ માં કામ કરતાં કર્મચારીઓની વન્ય જીવ તરફ ની તેઓની ફરજ ના કારણે પ્રશંસનીય કામગીરી બદલ કમૅચારીઓને બિરદાવવામાં આવેલ હતાં.કાયૅક્રમને અંતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતગતૅ ૭૫ વૃક્ષનું જતન કરવાની નેમ સાથે શાળાના સ્ટાફ સાથે વૃક્ષારોપણ કાયૅક્રમ યોજાયો હતો.આ કાયૅક્રમને સફળ બનાવવા શિક્ષણ નિયામક મણીલાલ ભેસાણીયા અને આચાર્ય પ્રફૂલ વાડદોરીયાએ સંપૂર્ણ માગૅદશૅન પુરૂ પાડયુ હતું. સમગ્ર સ્ટાફના સહકારથી આયોજીત કાયૅક્રમની સફળતા માટે મેનેજીંગ ટ્રસ્ટી જે. કે. ઠેસિયાએ અભિનંદન આપ્યા હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.