ધોકા અને છરી સાથે રાખી રોફ જમાવતા પાંચ ઝડપાયા - At This Time

ધોકા અને છરી સાથે રાખી રોફ જમાવતા પાંચ ઝડપાયા


શહેરમાં રોફ અને ધાક જમાવવા નેફામાં છરી તેમજ કારમાં ધોકો રાખી ફરતા પાંચ શખ્સોને પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ બી ડીવીઝન પોલીસના સ્ટાફે મોરબી રોડ સીટી સ્ટેશન સામેથી સરફરાજ સલીમ માંડલીયા (ઉં.20, રહે. ગણેશનગર શેરી નં.8)ને પકડી તલાસી લેતા નેફામાંથી છરી નીકળતા તેની ધરપકડ કરી હતી.
જયારે મવડી મેઈન રોડ પર ફાયરબ્રિગેડની બાજુમાંથી નીકળેલા મીતરાજ રાજેન્દ્રસિંહ પરમાર (ઉં.20, રહે. રામ ટાઉનશીપ એ/1022, કણકોટ રોડ)ને ક્રાઈમ બ્રાંચે અટકાવી તપાસ કરતા પેન્ટના નેફામાંથી છરી નીકળતા તેને દબોચી લીધો હતો. તેમજ રૈયાધાર મફતીયાપરામાંથી આકાશ કાળુ લઢેર (ઉં.28, રહે. ગાંધીગ્રામ)ને યુનિ. પોલીસે લાકડાના ધોકા સાથે પકડી પાડયો હતો.
જયારે કાલાવડ રોડ સાંજા ચુલ્હાની બાજુમાંથી કાર સાથે પસાર થતા મીલન મગન ભીમાણી (ઉં.36, રહે.અંબિકા સોસાયટી બ્લોક નં.55, મોરબી)ને અટકાવી તાલુકા પોલીસે તપાસ કરતા કારમાંથી ધોકો મળી આવતા કાર્યવાહી કરી હતી. તેમજ ન્યારી ડેમ રોડ, ગ્રીનલેન્ડ હોટલ પાસેથી પસાર થતી કારને અટકાવી તાલુકા પોલીસે તપાસ કરતા તેમાંથી લાકડાનો ધોકો મળી આવતા કારચાલક મોહીક બાબુ ચોવટીયા (ઉં.33, રહે. કેયુર પાર્ક શેરી નં.2)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.