મનમંદિર શાળામાં યોજાયો સર્જક સાથે સંવાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hxzrfbrxcvv89rof/" left="-10"]

મનમંદિર શાળામાં યોજાયો સર્જક સાથે સંવાદ


મનમંદિર શાળામાં યોજાયો સર્જક સાથે સંવાદ

શ્રી વિવેક એજ્યુ. ચેરી ટેબલ ટ્રસ્ટ સંચાલિત મનમંદિર સ્કૂલ પાટીવાળાની વાડી ભાવનગર રોડ ફાટક વિદ્યાર્થીના અંતરમાં વહેતી જ્ઞાનની ધારાને પરિપોષણ આપવા માટે અને વિદ્યાર્થીમાં સર્જનાત્મકતા આવે અને તેના જીવનની પગદંડીને અલગ રીતે કંડારી શકે તે માટે આમારી શાળામાં " સર્જક સાથે સંવાદ " કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમા ધોરણ ૯ અને ૧૨ ના બાળકોએ કાર્યક્રમમાં ભાગ લિધો હતો. જેમાં ભાવનગર યુનિવર્સીટીમાં ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષશ્રી ડો.મહેન્દ્રસિંહ પરમાર સાહેબ પોતાની સર્જક પ્રતિભાનું રસપાન દ્રારા ધોરણ - ૧૦ ના અભ્યાસક્રમમાં આવતો પાઠ "ડાંગવનો અને ....." પોતાના જ નિબંધ વિશે રસપાન કરાવ્યું હતું. તેમજ આ કાર્યક્રમ માં શામળદાસ કોલેજ - ભાવનગર (ગુજરાતી વિભાગ) ના અધ્યક્ષશ્રી ડો.કે.ડી.બગડા સાહેબશ્રી, કે.બી કોલેજ - બોટાદનાં અધ્યાપક ડો.જનકભાઇ રાવળ,સાહિત્ય સભા નાં અધ્યક્ષશ્રી ભટ્ટ સાહેબ પોતાનો અમુલ્ય સમય ફાળવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી સુમણીયા રમેશભાઇ તથા શાળાના ટ્રસ્ટીશ્રી ચૌહાણ પ્રકાશભાઇ તથા શાળાના શિક્ષકોએ આમત્રિત મેહેમાનો પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો.કે.ડી.બગડા સાહેબે પ્રસંગોપાત વક્ત્વ્ય આપેલ તથા શાળા આચાર્યશ્રી રમેશભાઇ જે સુમણીયા દ્રારા મહેમાનો નો પરિચય કરવામાં આવ્યો હતો. શાળાનાં ટ્રસ્ટીશ્રી,આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ સાથે રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Report By Nikunj Chauhan
8488966828


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]